Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
crime

લઠ્ઠાકાંડ વચ્ચે સુરતમાં દારૂડિયાઓ બેફામ:સરથાણામાં સ્કૂલ સામે જ ગલ્લાના ઓટલે ગ્લાસમાં પેગ બનાવ્યા, વીડિયો વાઈરલ થતાં પોલીસ દોડતી થઈ

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 August 24, 2026 👁 2 views
લઠ્ઠાકાંડ વચ્ચે સુરતમાં દારૂડિયાઓ બેફામ:સરથાણામાં સ્કૂલ સામે જ ગલ્લાના ઓટલે ગ્લાસમાં પેગ બનાવ્યા, વીડિયો વાઈરલ થતાં પોલીસ દોડતી થઈ
રાજ્યમાં એક તરફ લઠ્ઠાકાંડની ઘટનાને લઈને હોબાળો મચી ગયો છે અને પોલીસ દ્વારા કડક પેટ્રોલિંગના દાવા કરવામાં આવી રહ્યા છે, ત્યારે સુરત શહેરમાંથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિના લીરેલીરા ઉડાડતો એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. સુરતના સરથાણા વિસ્તારમાં ધોળે દિવસે જાહેર રસ્તા પર દુકાનના ઓટલે બેસીને ત્રણ શખ્સો બિન્દાસ્ત દારૂની મહેફિલ માણતા કેમેરામાં કેદ થયા છે. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં જ સ્થાનિક પોલીસની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા થયા છે. શાળા સામે જ ગ્લાસમાં સોડા મિક્સ કરી પેગ બનાવ્યા આ વાયરલ વીડિયો સરથાણા પોલીસ સ્ટેશનની હદમાં આવેલા શ્યામધામ ચોક વિસ્તારનો છે. શ્યામધામ ચોક પાસે આવેલા સંગના રો-હાઉસ વિભાગ-2ની વાડી તથા નજીકમાં આવેલી સ્કૂલની બરાબર સામે પન્ના ગલ્લાના ઓટલા પર આ ઘટના બની હતી. ધોળા દિવસે ત્રણ જેટલા યુવકો જાહેરમાં કોઈ પણ જાતના ડર વગર બેઠા હતા. તેમણે પ્લાસ્ટિકના ગ્લાસમાં દારૂ કાઢી, તેમાં સોડા મિક્સ કરીને પેગ બનાવ્યા હતા અને આરામથી દારૂની પાર્ટી માણી રહ્યા હતા. દારૂબંધીના દાવા પોકળ સાબિત થયા જાહેર માર્ગ પર, જ્યાં લોકોની અવરજવર હોય અને સામે જ સ્કૂલ આવેલી હોય, ત્યાં આ પ્રકારે ખુલ્લેઆમ દારૂની મહેફિલ જામતાં સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. અસામાજિક તત્વોમાં ખાખીનો કોઈ ખોફ જ ન રહ્યો હોય તેવા દ્રશ્યો વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, વિસ્તારમાં બૂટલેગરો અને નશેડીઓ બેફામ બન્યા છે. વીડિયો વાયરલ થતાં પોલીસ દોડતી થઈ સોશિયલ મીડિયા પર આ વીડિયો વાઇરલ થતાં જ સરથાણા પોલીસ હરકતમાં આવી છે અને વીડિયોના આધારે ખુલ્લેઆમ દારૂ પીનારા શખ્સોની ઓળખ મેળવી તેમની ધરપકડ કરવાની તજવીજ હાથ ધરી છે. એક તરફ રાજ્યમાં ઝેરી દારૂ કે લઠ્ઠાકાંડને લઈને તંત્ર એલર્ટ હોવાનો દાવો કરે છે, ત્યારે સુરત જેવા મહાનગરમાં ધોળા દિવસે ખુલ્લેઆમ દારૂ પીતા તત્વો સામે દાખલારૂપ કડક કાર્યવાહી કરવામાં આવે તેવી સ્થાનિકો જોરશોરથી માગ કરી રહ્યા છે.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan