Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
crime

માલિકને પાઠ ભણાવવા રૂ.150ના પેટ્રોલથી 14 દુકાન સળગાવી, CCTV:પગારના 10 હજાર બાકી રહેતા 24 કરોડ રાખ કર્યા, સુરતની ટેક્સટાઈલ માર્કેટમાં એકાઉન્ટન્ટે આગ લગાવ્યાનો ઘટસ્ફોટ

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 September 21, 2026 👁 1 views
માલિકને પાઠ ભણાવવા રૂ.150ના પેટ્રોલથી 14 દુકાન સળગાવી, CCTV:પગારના 10 હજાર બાકી રહેતા 24 કરોડ રાખ કર્યા, સુરતની ટેક્સટાઈલ માર્કેટમાં એકાઉન્ટન્ટે આગ લગાવ્યાનો ઘટસ્ફોટ
સુરતના સારોલી વિસ્તારમાં આવેલી શ્યામ સંગીની ટેક્સટાઈલ માર્કેટમાં 9 સપ્ટેમ્બરની રાત્રે લાગેલી ભીષણ આગ કોઈ અકસ્માત નહીં પરંતુ એક ષડયંત્ર હોવાનો ખુલાસો ક્રાઈમ બ્રાન્ચે કર્યો છે. માર્કેટના છઠ્ઠા માળે આવેલી દુકાનના એકાઉન્ટન્ટ વિનોદ સાવલે માત્ર રૂ. 10 હજારના બાકી પગારની અદાવતમાં માલિકને પાઠ ભણાવવા માટે રૂ. 150ના પેટ્રોલથી 14 દુકાન સળગાવી દીધી હતી. તેના આ ગુસ્સાના કારણે અંદાજે રૂ. 24 કરોડનું કાપડ બળીને ખાખ થઈ ગયું હતું, જે આગ પર કાબૂ મેળવવામાં ફાયર બ્રિગેડને 38 કલાક જેટલો સમય લાગ્યો હતો. આ ઘટનાના CCTV ફૂટેજ સામે આવ્યા છે, જેમાં આરોપી મોઢા પર સફેદ રૂમાલ બાંધીને અને ખભા પર બેગ લટકાવીને માર્કેટના છઠ્ઠા માળે પહોંચતો દેખાય છે. ત્યારબાદ તે પોતાની બેગમાંથી પેટ્રોલ ભરેલી બોટલ કાઢીને દુકાનની બહાર રાખેલા કાપડના બોક્સ પર ધ્યાનપૂર્વક છાંટીને આગ ચાંપી દે છે. આ પુરાવાઓના આધારે ક્રાઈમ બ્રાન્ચે આરોપી એકાઉન્ટન્ટ વિનોદ સાવલેની ધરપકડ કરી છે. બીજા પ્રયાસે લગાવી આગ અને ભાગ્યો પ્રયાસમાં માચીસથી આગ લગાવવામાં નિષ્ફળ જાય છે. જોકે, બીજા પ્રયાસમાં તે સફળતાપૂર્વક આગ ચાંપી દે છે. આગ ભભૂકતા જ તે તાત્કાલિક પેસેજ તરફ ભાગે છે અને પાછળ વળીને ખાતરી પણ કરે છે કે આગ બરાબર લાગી છે કે નહીં. તમામ દુકાનોની બહાર કાપડના પાર્સલ હોવાથી આ આગ એટલી ભીષણ બની હતી કે તેને કાબૂમાં લેતા 24 કલાકનો સમય લાગ્યો હતો. આગની ઘટના 4 તસવીરમાં જુઓ નોકરી છોડ્યા બાદ માલિકને પાઠ ભણાવવાનો પ્લાન બનાવ્યો પોલીસ તપાસમાં સામે આવ્યું કે 33 વર્ષીય વિનોદ પંડીત સાવલે શ્યામ સંગીની માર્કેટની દુકાન નંબર 639 (જેકોર્પ ઇન્ડિયા અને જગદંબા ટેક્સટાઈલ)માં એકાઉન્ટન્ટનું કામ કરતો હતો. એપ્રિલ 2026માં 30 હજારના પગારે નોકરી શરૂ કર્યા બાદ, એકાઉન્ટનું કામ બરાબર ન આવડતા માલિક હનુમાન દ્વારકાપ્રસાદ જવર સાથે તેનો વિવાદ થયો હતો. વિનોદે જૂનમાં નોકરી છોડી દીધી હતી. જોકે, તેને લાગતું હતું કે તેના 10 હજાર રૂપિયા લેવાના બાકી છે. માલિક દ્વારા પૈસા ન આપવા પર રોષે ભરાયેલા વિનોદે 10 હજારની કિંમત શું હોય છે તે બતાવવા દુકાનમાં આગ લગાવવાનો ખતરનાક પ્લાન બનાવ્યો હતો. ઘટના સીસીટીવીમાં કેદ થવા પામી હતી અને વિનોદ ને જાણ પણ થઈ નહોતી. ₹150ના પેટ્રોલથી આખી રાત માર્કેટમાં છુપાઈને આગ લગાવી આ પ્લાન પાર પાડવા માટે વિનોદે દેવધ ગામના પેટ્રોલ પંપથી રૂ.150નું પેટ્રોલ પ્લાસ્ટિકની થેલી અને બોટલમાં ભરાવ્યું હતું. 8મી સપ્ટેમ્બરની રાત્રે 9 વાગ્યે તે માર્કેટમાં ઘૂસી ગયો હતો અને પાંચમા માળે પગથિયાં પર સંતાઈને બેસી રહ્યો હતો. રાત્રે 12.30 વાગ્યે જ્યારે આખું માર્કેટ સુમસાન થઈ ગયું, ત્યારે તેણે માલિકની બંધ દુકાનની બહાર મૂકવામાં આવેલા કાપડના બોક્સ અને પાર્સલના જથ્થા પર પેટ્રોલ છાંટીને દીવાસળી ચાંપી દીધી અને ત્યાંથી ફરાર થયો હતો. 1500થી વધુ CCTV કેમેરાના આધારે વિનોદ ઝડપાયો આ ઘટના બાદ સારોલી પોલીસે અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. ગુનેગાર સુધી પહોંચવા માટે સુરત પોલીસના 'વિશ્વાસ પ્રોજેક્ટ' ફેઝ-2 અંતર્ગત લાગેલા 1500થી વધુ CCTV કેમેરાનો બારીકાઈથી અભ્યાસ કરાયો હતો. ક્રાઈમ બ્રાન્ચે આરોપીની એન્ટ્રીથી લઈને એક્ઝિટ સુધીનું બેકવર્ડ અને ફોરવર્ડ ટ્રેકિંગ કર્યું હતું. કેમેરાના ફૂટેજ પરથી જ આરોપી વિનોદની ઓળખ પ્રસ્થાપિત થઈ હતી અને તે ડિંડોલીના બીલીપત્ર રેસીડેન્સીનો રહેવાસી હોવાનું સામે આવ્યું હતું. અયોધ્યા અને રાજસ્થાન ભાગી ગયેલો આરોપી સુરત પરત ફરતા જ પકડાયો ગુનો કર્યા બાદ બીજા દિવસે જ્યારે સોશિયલ મીડિયા પર આગની ઘટના વાયરલ થઈ અને પોતાના પર FIR નોંધાઈ હોવાની જાણ થઈ, ત્યારે વિનોદ ગભરાઈ ગયો હતો. તે મોબાઈલ બંધ કરીને પત્ની અને બાળક સાથે સુરત છોડીને રાજસ્થાનના ખાટુશ્યામ મંદિર અને ત્યારબાદ અયોધ્યા ભાગી ગયો હતો. જોકે, પોલીસની ટીમો આરોપીને સતત શોધી રહી હતી. જેવો તે ડિંડોલીના ફ્લાવર ગાર્ડન પાસે પરત ફર્યો, કે તરત જ બાતમીદારોની માહિતીના આધારે ગણપતિ બંદોબસ્તમાં એલર્ટ ક્રાઇમ બ્રાન્ચની ટીમે દબોચી લીધો હતો. 'પેટ્રોલ પંપ વિરુદ્ધ પણ કડક કાર્યવાહી કરાશે' સુરત એડિશનલ સીપી કરણરાજ વાઘેલાએ કહ્યું હતું કે, આરોપીએ માત્ર ત્રણ મહિના જ નોકરી કરી હતી અને કામ ન ફાવતા જૂનના પહેલા અઠવાડિયામાં જ નોકરી છોડી દીધી હતી. હાલની પૂછપરછમાં સામે આવ્યું છે કે તેને તેનો પૂરો પગાર ચૂકવી દેવામાં આવ્યો હતો, પરંતુ 10 હજારના ડિફરન્સની ગેરસમજમાં તેણે આ પ્લાન બનાવ્યો હતો.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan