Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Carpooling Pricing Register Free
crime

માંગરોળના પંથકમાં તંત્ર દ્વારા ગેરકાયદે ખનન ઝડપાયું.:દિવાસા ગામે ધમધમતી ત્રણ ગેરકાયદે ખાણો પર પ્રાંત અધિકારીએ પડ્યા દરોડા, ટ્રેક્ટર અને કટર સહિતનો લાખોનો મુદ્દામાલ જપ્ત

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 October 27, 2026 👁 1 views
માંગરોળના પંથકમાં તંત્ર દ્વારા ગેરકાયદે ખનન ઝડપાયું.:દિવાસા ગામે ધમધમતી ત્રણ ગેરકાયદે ખાણો પર પ્રાંત અધિકારીએ પડ્યા દરોડા, ટ્રેક્ટર અને કટર સહિતનો લાખોનો મુદ્દામાલ જપ્ત
માંગરોળ તાલુકાના દિવાસા ગામે ગેરકાયદેસર રીતે ધમધમી રહેલી ખણખનીજની પ્રવૃત્તિઓ સામે વહીવટી તંત્ર દ્વારા લાલ આંખ કરવામાં આવી છે. દિવાસા ગામની સીમમાં ચાલતી ગેરકાયદે ખાણો પર કેશોદના પ્રાંત અધિકારી રજની ઠુમ્મર દ્વારા અચાનક દરોડા પાડવામાં આવ્યા હતા. આ કાર્યવાહી દરમિયાન સ્થળ પર ગેરકાયદેસર રીતે ચાલતી પ્રવૃત્તિઓ પકડી પાડવામાં આવી હતી અને ત્રણેય ખાણોમાંથી ગેરકાયદેસર મુદ્દામાલ જપ્ત કરવાની સઘન પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આ અચાનક રેઈડ અને તપાસ દરમિયાન સંબંધિત સ્થળો પરથી ગેરકાયદેસર ખનનના કામમાં ઉપયોગમાં લેવાતા વાહનો અને અન્ય સાધનો કબજે કરવામાં આવ્યા છે. વહીવટી તંત્ર દ્વારા સ્થળ પરથી મુખ્યત્વે બે ટ્રેક્ટર અને ચાર સકડી એટલે કે કટર સહિતની યંત્ર સામગ્રી જપ્ત કરવામાં આવી છે. આ તમામ કબજે કરાયેલા મુદ્દામાલના આધારે આગળની કાયદેસરની કડક કાર્યવાહી હાલ વહીવટી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી રહી છે. આ પ્રકારની ગેરકાયદેસર ખણખનીજની પ્રવૃત્તિઓ થતી હોવાની ફરિયાદો અને માહિતી અવારનવાર મળતી હોય છે. કેશોદના પ્રાંત અધિકારી રજની ઠુમ્મરે જણાવ્યું હતું કે, આવી પ્રાપ્ત થતી સૂચનાઓ અને ફરિયાદોના આધારે જ તંત્ર દ્વારા અચાનક રેઈડ પાડવામાં આવે છે. વહીવટી અધિકારીઓ દ્વારા આ પ્રકારની તમામ ફરિયાદોની નિયમિતપણે ખરાઈ અને તપાસ કરવાની કામગીરી પણ સતત કરવામાં આવતી હોય છે. જપ્ત કરવામાં આવેલા ગેરકાયદેસર મુદ્દામાલ અને ખણખનીજની કુલ કિંમત કેટલી થાય તે અંગે હાલમાં અંદાજ મેળવવાની પ્રક્રિયા ચાલી રહી છે. ખાણ-ખનીજ વિભાગ દ્વારા સ્થળ પર સર્વેની કામગીરી પૂર્ણ કરવામાં આવી રહી છે, અને આ સર્વે પૂર્ણ થયા બાદ જપ્ત કરાયેલ કુલ મુદ્દામાલની સત્તાવાર અંદાજિત બજાર કિંમત નક્કી કરીને જાહેર કરવામાં આવશે.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan