crime
મારબલનો પાઉડર ભરેલી ટ્રક ગોથું ખાઈ ગઈ!
અંબાજી નજીક ત્રિશુલિયા ઘાટમાં ફરી ટ્રક અકસ્માત થયો છે. આ વખતે મારબલનો પાઉડર ભરીને નીકળેલી એક ટ્રક રસ્તા વચ્ચેથી પલટી મારી જતાં અકસ્માત થયો. પ્રાથમિક જાણકારી પ્રમાણે આ ટ્રક અંબાજીથી ગાંધીધામ તરફ જઈ રહી હતી. મહત્વનું છે કે આ અઠવાડિયામાં અકસ્માતની આ બીજી ઘટના છે. ગત શનિવારે મોટું એક ટ્રેલર પણ ત્રિશુલિયા ઘાટીમાં પલટી મારી ગયું હતું. જેમાં ચાલકનું દટાઈ જતાં કમકમાટીભરેલ મૃત્યુ નિપજ્યું હતું.
Read full article on News18 Gujarati