Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
top

માર્ગ-મકાન વિભાગના કામોમાં આવશે તેજી: ટેન્ડર નિયમોમાં સરકારે કર્યો મોટો ફેરફાર

📰 Abp News 🕐 1 min read 📅 September 20, 2026 👁 1 views
માર્ગ-મકાન વિભાગના કામોમાં આવશે તેજી: ટેન્ડર નિયમોમાં સરકારે કર્યો મોટો ફેરફાર

Gujarat road building department: ગુજરાત રાજ્યના માળખાગત વિકાસકાર્યોને વધુ વેગવંતા અને પારદર્શક બનાવવા માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે એક અત્યંત મહત્વનો વહીવટી નિર્ણય લીધો છે. માર્ગ અને મકાન વિભાગ (Roads and Buildings Department) હેઠળ થતા રસ્તા, પુલ અને સરકારી ઈમારતોના નિર્માણ કાર્યોમાં બિનજરૂરી વિલંબ ટાળવા માટે ટેન્ડર પ્રક્રિયાના નિયમોમાં ધરમૂળથી મોટા ફેરફારો કરવામાં આવ્યા છે. આ નવા નિર્ણયથી સરકારી કામકાજની ફાઈલોની ગતિ વધશે અને પ્રજાલક્ષી વિકાસના પ્રોજેક્ટ્સ સમયસર પૂરા થશે.

ટેન્ડર વેલિડિટી 120 દિવસથી ઘટાડીને 90 દિવસ કરાઈ

અત્યાર સુધી સરકારી સિસ્ટમમાં ટેન્ડર મંજૂર કરવાની સમગ્ર પ્રક્રિયા પૂર્ણ કરવા માટે સામાન્ય રીતે 120 દિવસનો સમયગાળો ધ્યાનમાં લેવાતો હતો. આ લાંબી પ્રક્રિયાના કારણે પ્રોજેક્ટ વાસ્તવિક રીતે શરૂ થવામાં મહિનાઓ વીતી જતા હતા. આ વહીવટી સમસ્યાના કાયમી ઉકેલ રૂપે મુખ્યમંત્રીશ્રીએ ટેન્ડરની માન્યતાનો (Tender Validity) સમયગાળો 120 દિવસથી ઘટાડીને સીધો 90 દિવસ કરી દીધો છે.

51 થી 66 દિવસમાં ટેન્ડર પાસ કરવાનો આદેશ

સરકારી બાંધકામના કામો સત્વરે શરૂ થાય તે સુનિશ્ચિત કરવા માટે ટેન્ડર મંજૂરીની પ્રક્રિયામાં કડક સમયમર્યાદા લાગુ કરવામાં આવી છે:

જે કામોમાં ઈજારદારની પૂર્વ પાત્રતા (Pre-qualification) જરૂરી નથી અને જ્યાં માત્ર ફાઈનાન્શિયલ બીડ જ ખોલવાની હોય, તેવા ટેન્ડરો ક્ષેત્રીય કચેરીથી લઈને સચિવાલય અને નાણાં વિભાગ સુધીની તમામ પ્રક્રિયાઓમાંથી પસાર થઈને મહત્તમ 51 દિવસમાં પૂર્ણ કરવાના રહેશે.

જે કામોમાં પૂર્વ પાત્રતાની જોગવાઈ હોય, એટલે કે જ્યાં ટેક્નિકલ અને ફાઈનાન્શિયલ એમ બંને બીડની જરૂરિયાત હોય, તેવા ટેન્ડરો માટે પણ તમામ સ્તરે ચકાસણી પૂર્ણ કરીને વધુમાં વધુ 66 દિવસમાં મંજૂરીની પ્રક્રિયા પૂરી કરવાની રહેશે.

વાટાઘાટો (Negotiations) પર અંકુશ અને અધિકારીઓની સીધી જવાબદારી
નવા નિયમો મુજબ, જો બહોળી પ્રસિદ્ધિ આપ્યા બાદ સરકારને એકથી વધુ ટેન્ડર મળ્યા હોય, તો કોઈ પણ પ્રકારની વાટાઘાટો કરવાનું ટાળવું પડશે. માત્ર અત્યંત અનિવાર્ય સંજોગોમાં જ વાટાઘાટ કરી શકાશે, અને તે પણ માત્ર એક જ સ્તરે (સક્ષમ સત્તાધિકારી કક્ષાએ) પૂર્ણ કરવાની રહેશે. એકથી વધુ સ્તરે વાટાઘાટો કરી શકાશે નહીં.

વધુમાં, જો નિર્ધારિત સમયમર્યાદામાં દરખાસ્તનો નિકાલ નહીં થાય, તો સંબંધિત કક્ષાએ વિલંબનાં કારણોની નોંધ લઈને જે-તે અધિકારીની સીધી જવાબદારી નક્કી કરવામાં આવશે. ફાઈલોમાં અધૂરી દરખાસ્તો મોકલીને સમય બગાડવાની સંપૂર્ણ જવાબદારી પણ દરખાસ્ત રજૂ કરનાર વિભાગની જ રહેશે.

'ઈઝ ઓફ લિવિંગ'માં વધારો

રાજ્ય સરકારના આ સપાટાબંધ નિર્ણયથી પાયાની સુવિધાઓના ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ ઝડપથી મંજૂર થશે. કામો નિયત સમયમર્યાદામાં શરૂ કરી શકાશે અને સામાન્ય નાગરિકોને વહેલી સગવડ મળતા તેમના 'ઈઝ ઓફ લિવિંગ' (Ease of Living) માં નોંધપાત્ર વધારો થશે, તેમજ વહીવટમાં પણ વધુ પારદર્શિતા આવશે.

Read full article on Abp News

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan