Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
top

માત્ર ધો.10, 12 પાસ 4 બોગસ ડોક્ટર ઝડપાયા:સુરતમાં આરોપીઓ 8, 10 અને 26 વર્ષથી ડિગ્રી ક્લિનિક ચલાવતા હતા, એલોપેથિક દવાઓ, ઇન્જેક્શન્સ સહિતનો જથ્થો જપ્ત

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 August 28, 2026 👁 2 views
માત્ર ધો.10, 12 પાસ 4 બોગસ ડોક્ટર ઝડપાયા:સુરતમાં આરોપીઓ 8, 10 અને 26 વર્ષથી ડિગ્રી ક્લિનિક ચલાવતા હતા, એલોપેથિક દવાઓ, ઇન્જેક્શન્સ સહિતનો જથ્થો જપ્ત
સુરતમાં કોઈપણ માન્ય મેડિકલ ડિગ્રી વગર ગેરકાયદેસર ક્લિનિક ખોલી લોકોના જીવ સાથે રમત રમતા તત્વો સામે સુરત પોલીસે લાલ આંખ કરી છે. ઝોન-1 એલ.સી.બી. અને પુણા પોલીસની સંયુક્ત ટીમે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને પુણા-ઉમરવાડા વિસ્તારમાંથી 4 બોગસ ડોક્ટરોને રંગેહાથ ઝડપી લીધા છે. આરોપીઓ માત્ર ધોરણ 10, 11 અને 12 પાસ હોવા છતાં 26 વર્ષથી નિર્દોષ દર્દીઓને એલોપેથી દવાઓ અને ઇન્જેક્શન આપી રહ્યા હતા. 26 વર્ષથી ચાલતી હતી ગેરકાયદે પ્રેક્ટિસ પુણા-ઉમરવાડા વિસ્તારના રાજીવનગર અને આશાનગર ઝૂંપડપટ્ટી વિસ્તારમાં કેટલાક શખ્સો લાયસન્સ કે ડિગ્રી વગર ક્લિનિક ચલાવતા હોવાની બાતમી મળતા પોલીસે દરોડા પાડ્યા હતા. આ આરોપીઓ છેલ્લા 8 વર્ષ, 10 વર્ષ અને એક આરોપી તો છેલ્લા 26 વર્ષથી ડિગ્રી વગર બેરોકટોક તબીબી પ્રેક્ટિસ કરી રહ્યો હતો. પોલીસે ક્લિનિકમાંથી ગેરકાયદેસર એલોપેથિક દવાઓ, ઇન્જેક્શન્સ, બોટલ્સ અને મેડિકલ સાધન સામગ્રી મળી કુલ ₹4.90 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. 4 નકલી ડોક્ટરોની ધરપકડ પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી તેજબહાદુર નિશાદ અને પ્રશાંત માલાકર રીઢા ગુનેગાર છે અને તેમની સામે વર્ષ 2025માં પણ પુણા પોલીસ સ્ટેશનમાં બોગસ ડોક્ટર તરીકેનો ગુનો નોંધાઈ ચૂક્યો છે. BNS અને મેડિકલ પ્રેક્ટિશનર એક્ટ હેઠળ ગુનો દાખલ ઝડપાયેલા તમામ આરોપીઓ વિરુદ્ધ પુણા પોલીસ સ્ટેશનમાં BNSની કલમ 125 (માનવ જીવન જોખમમાં મૂકવું) તેમજ ગુજરાત મેડિકલ પ્રેક્ટિશનર્સ એક્ટની કલમ-30 મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસ કમિશનરની સૂચનાથી ખાસ ડ્રાઇવ ચલાવાઈ રહી છે: ડીસીપી આલોક કુમાર ડીસીપી આલોક કુમારે જણાવ્યું હતું કે, શહેર પોલીસ કમિશનરની અધ્યક્ષતામાં બોગસ ડોક્ટરો સામે સ્પેશિયલ ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે. ઝોન-1 એલસીબી અને પુણા પોલીસે સંયુક્ત કાર્યવાહી કરી પુણા વિસ્તારની ઝૂંપડપટ્ટીમાંથી 4 બોગસ ડોક્ટરોને ઝડપ્યા છે. આરોપીઓ પાસે કોઈપણ માન્ય મેડિકલ ડિગ્રી નહોતી અને તેઓ સામાન્ય વર્ગના લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા હતા. લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા આવા કોઈપણ તત્વોને બક્ષવામાં નહીં આવે અને આગળ પણ આ ડ્રાઇવ સઘન રીતે ચાલુ રહેશે.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan