Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
crime

Maharashtra News: પહાડ પરથી કૂદી રહેલા પુત્રને બચાવવા જતાં પિતાનું મોત, બંનેને જોઈને માતાને આઘાત લાગ્યો

📰 Sandesh 🕐 1 min read 📅 August 21, 2026 👁 3 views
Maharashtra News: પહાડ પરથી કૂદી રહેલા પુત્રને બચાવવા જતાં પિતાનું મોત, બંનેને જોઈને માતાને આઘાત લાગ્યો
મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગરના તિસગાંવ વિસ્તારમાં આવેલા એક પહાડ પાસે એક અત્યંત હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. જ્યાં 18 વર્ષીય કુણાલ ચાંદવડે કોઈ અગમ્ય કારણોસર પરેશાન થઈને સવારે પહાડ પર પહોંચી ગયો હતો. પુત્ર પહાડ પર હોવાની જાણ થતાં જ તેના માતા-પિતા, ગ્રામજનો અને સરપંચ તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા. સવારે 10 વાગ્યાથી બપોરના 1 વાગ્યા સુધી એટલે કે સતત ત્રણ કલાક સુધી કુણાલને નીચે ઉતારવાના પ્રયાસો ચાલ્યા હતા. પિતા અને પુત્ર બંને પહાડ પરથી નીચે ખાબક્યા તેની માતા સંગીતાબેન સતત તેની સાથે વાત કરીને તેને સમજાવી રહ્યા હતા. પરિસ્થિતિ ગંભીર બનતાં પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. સ્થાનિક સરપંચે કુણાલને મનાવવા માટે આઇફોન અપાવવાની પણ લાલચ આપી હતી પરંતુ કુણાલ કોઈની વાત સાંભળવા તૈયાર નહોતો. ત્રણ કલાક સુધી ચાલેલી આ સમજાવટ બાદ કુણાલના પિતા મુરલીધર પોતે પહાડ પર તેના સુધી પહોંચ્યા હતા. તેમણે કુણાલને પકડીને સુરક્ષિત નીચે લાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે દરમિયાન જ પિતા અને પુત્ર બંને અચાનક પહાડ પરથી નીચે ખાબક્યા હતા. બંનેને જોઈને માતા પણ આઘાતમાં સરી પડ્યા આ ભયાનક દ્રશ્ય નજરે જોતાં જ સ્થળ પર હાજર લોકો સ્તબ્ધ થઈ ગયા હતા.પોતાના પતિ અને દિકરાને આંખ સામે જ કાળનો કોળિયો બનતા જોઈને માતા સંગીતાબેન આઘાતમાં સરી પડ્યા હતા. માનસિક આઘાતમાં તેમણે પણ પહાડ પરથી કૂદીને પોતાનો જીવ આપી દીધો હતો. ક્ષણવારમાં જ એક હસતો-રમતો પરિવાર વિખેરાઈ ગયો હતો અને સતારા વિસ્તારમાં રહેતા આ પરિવારના ત્રણ સભ્યોના કરૂણ મોત નિપજ્યા હતા. હાલ પોલીસે પરિજનોનો સંપર્ક કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ પણ વાંચોઃ Ahmedabad News: લાંચ લેવાના કેસમાં આવકવેરા અધિકારી જરનૈલ બી. સિંહને 3 વર્ષની કેદની સજા
Read full article on Sandesh

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan