top
MBBS પ્રવેશ મુદ્દે ગુજરાત હાઇકોર્ટનો મહત્વનો ચુકાદો: 10th અને 12th રાજ્ય બહાર પાસ કરનાર વિદ્યાર્થીને સ્ટેટ ક્વોટાનો લાભ મળી શકે નહીં
ગુજરાત હાઈકોર્ટે MBBS પ્રવેશ અંગે મહત્વનો ચુકાદો આપ્યો છે. ગુજરાતમાં જન્મેલા અને NEETમાં ઉચ્ચ સ્કોર મેળવનાર વિદ્યાર્થીને પણ જો તેણે ધોરણ 10 અને 12 રાજ્ય બહાર પાસ કર્યા હોય, તો રાજ્યના ડોમિસાઇલ ક્વોટાનો લાભ નહીં મળે. પિતાની બદલીને કારણે મહારાષ્ટ્રમાં અભ્યાસ કરનાર SC કેટેગરીના વિદ્યાર્થીની અરજીને ડિવિઝન બેન્ચે ફગાવી દીધી. આવા વિદ્યાર્થીઓને ઓલ ઇન્ડિયા ક્વોટા હેઠળ જ પ્રવેશ મેળવવો પડશે.
Read full article on Gujaratsamachar