crime
મેઘપર માં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો:ઘરફોડ ચોરીના બે આરોપી ઝડપાયા,આરોપી પાસેથી રૂ. 96 હજારની કોપર પ્લેટો રિકવર
જામનગર જિલ્લાના મેઘપર (પડાણા) પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ પોલીસે ઉકેલી કાઢ્યો છે. આ કેસમાં બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને ચોરી થયેલી ₹96 હજારની કિંમતની 15 કોપર પ્લેટો પણ રિકવર કરવામાં આવી છે.પોલીસે મહેબુબભાઈ ગુલામભાઈ ઉર્ફે સલીમભાઈ ખલીફા અને ગોપાલસિંહ ભંવરસિંહ રાવણા રાજપૂત નામના બે આરોપીઓને ઝડપી પાડ્યા છે. તેમની પૂછપરછ અને તપાસ દરમિયાન ફરિયાદીની ખાનગી કંપનીના સ્ટોરરૂમમાં આવેલા કન્ટેનરમાંથી ચોરી થયેલી તમામ 15 કોપરની પ્લેટો મળી આવી હતી. આ કેસની તપાસ રાજકોટ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય અને જામનગર જિલ્લા પોલીસ અધિક્ષક રવિ મોહન સૈનીની સૂચના હેઠળ હાથ ધરવામાં આવી હતી. લાલપુર વિભાગના મદદનીશ પોલીસ અધિક્ષક પ્રતિભા સાહેબના માર્ગદર્શન હેઠળ મેઘપર (પડાણા) પોલીસે ટેકનિકલ અને હ્યુમન સોર્સિંગના આધારે તપાસ કરી હતી.બાતમીના આધારે પોલીસે આ આરોપીઓને ઝડપી પાડ્યા હતા. આ સમગ્ર કામગીરી મેઘપર (પડાણા) પોલીસ સ્ટેશનના PI એ.એલ. બારસીયા, PSI એ.જી. જાડેજા સહિતના પોલીસ સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી. બંને આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
Read full article on Divya Bhaskar