Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
crime

Mehsana: મિર્ચી ફાસ્ટ ફૂડ પર ફૂડ વિભાગનો દરોડો, પોપકોર્નમાંથી જીવાત મળતાં આઉટલેટ બંધ કરાવાયું

📰 Sandesh 🕐 1 min read 📅 August 21, 2026 👁 3 views
Mehsana: મિર્ચી ફાસ્ટ ફૂડ પર ફૂડ વિભાગનો દરોડો, પોપકોર્નમાંથી જીવાત મળતાં આઉટલેટ બંધ કરાવાયું
મહેસાણા શહેરના મુક્તા સિનેમા થિયેટરમાં વેચાતા મિલ્કમાંથી પ્લાસ્ટિક મળી આવવાની ચોંકાવનારી ઘટના બની હતી. જે બાદ જાગેલા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા શહેરના વિવિધ સિનેમાગૃહો અને તેની આસપાસ આવેલા ફૂડ કોર્ટ તેમજ ફાસ્ટ ફૂડ સેન્ટરો પર સઘન તપાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. ફાસ્ટ ફૂડ સેન્ટરો પર સઘન તપાસ આ તપાસ દરમિયાન ખારી નદી પાસે આવેલા વાઈડ એન્જલ સિનેમા સંકુલ નજીકના જાણીતા 'Mirchi Fast Food' આઉટલેટ પર દરોડો પાડવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા, કારણ કે ગ્રાહકોને પીરસવામાં આવતા મસાલેદાર પોપકોર્નના જથ્થામાંથી જીવતી ઈયળો (જીવાત) મળી આવી હતી. માત્ર પોપકોર્નમાં જ નહીં, પરંતુ ગ્રાહકોને 'Hot Corn Bowl' નામે પીરસવામાં આવતી વાનગીમાં શુદ્ધ બટરના બદલે હલકી ગુણવત્તાનું 'Fat Spread' વાપરવામાં આવતું હોવાનો પર્દાફાશ થયો હતો. આ સિવાય ફાસ્ટ ફૂડ સેન્ટરમાં અત્યંત ગંદકી અને જીવાતોનો ભારે ઉપદ્રવ જોવા મળ્યો હતો. ફૂડ વિભાગ દ્વારા લેવાયેલાં કડક પગલાં નાગરિકોના જાહેર આરોગ્ય સાથે થતાં ચેડાંને ધ્યાને રાખી ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ (FSS Act-2006) ના નિયમો અનુસાર મિર્ચી ફાસ્ટ ફૂડને તાત્કાલિક અસરથી બંધ કરવાની સત્તાવાર નોટિસ આપવામાં આવી છે.આગામી સૂચના ન મળે ત્યાં સુધી આ સ્થળે કોઈપણ પ્રકારની ફૂડ બિઝનેસ એક્ટિવિટી કરવા પર સંપૂર્ણ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. સંસ્થામાંથી લેવાયેલા ખાદ્યસામગ્રીના નમૂનાઓને વધુ પૃથ્થકરણ માટે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે. આ પણ વાંચો: Dahod: ફતેપુરાની ખાનગી શાળામાં સરકારી સાહિત્ય પધરાવવાનું કૌભાંડ, CRC પૂર્વીબેન ઉપાધ્યાયની પ્રતિનિયુક્તિ રદ
Read full article on Sandesh

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan