crime
Mehsana News: શિવાલિક હોટલ પાછળ બોઈલર ટેન્કમાં ગૂંગળાયેલા 2 કારીગરોનું ફાયરે કર્યું રેસ્ક્યૂ
મહેસાણા શહેર નજીક આવેલા નુગર બાયપાસ પર શિવાલિક હોટલની પાછળના ભાગે એક ગંભીર દુર્ઘટના સામે આવી છે. શિવાલિક હોટલ નજીક આવેલી એક બોઈલર ટેન્કની અંદર કામગીરી ચાલી રહી હતી, તે દરમિયાન અચાનક 2 કારીગરો અંદર જ ફસાઈ ગયા હતા અને તેમની સ્થિતિ કથળી હતી. ટેન્કની અંદર કામગીરી દરમિયાન 2 શ્રમિકો ગૂંગળાયા બોઈલર ટેન્કની અંદર સફાઈ કે રિપેરિંગની કામગીરી કરતી વખતે અંદર પ્રાણવાયુની અછત અથવા ઝેરી ગેસના કારણે ભારે ગૂંગળામણની સ્થિતિ સર્જાઈ હતી. ઓક્સિજન ઓછો મળવાના કારણે ટેન્કમાં કામ કરી રહેલા 2 જેટલા માણસો અંદર જ ગૂંગળાઈને બેભાન થઈ ગયા હતા. ફાયર બ્રિગેડનું ત્વરિત રેસ્ક્યૂ ઓપરેશન ઘટનાની જાણ થતાં જ મહેસાણા ફાયર સ્ટેશનની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. ફાયર ફાઈટરોએ વિના વિલંબે વિશેષ સાધનોની મદદથી બોઈલર ટેન્કની અંદર ઊતરીને ભારે જહમત બાદ તમામ 2 લોકોને સલામત રીતે બહાર કાઢ્યા હતા. 108 મારફતે બેભાન શ્રમિકોને સિવિલ હોસ્પિટલ ખસેડાયા ટેન્કમાંથી બહાર કાઢવામાં આવેલા બંને ઈજાગ્રસ્તો બેભાન અવસ્થામાં હોવાથી સ્થળ પર હાજર 108 એમ્બ્યુલન્સ મારફતે તેઓને તાત્કાલિક વધુ સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ મોકલી આપવામાં આવ્યા છે. ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં થોડીવાર માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ પણ વાંચો - Attacks on Gujaratis in USA: અમેરિકામાં વધુ એક ગુજરાતીની હત્યા, દીકરીની નજર સામે જ પિતાને મારી ગોળી
Read full article on Sandesh