Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
crime

મિત્રએ પૈસા ન આપતાં ડ્રાઇવર તલવાર લઈને ધસી ગયો, CCTV:પુત્રના અભ્યાસ માટે ભેગા કરેલા 4 લાખ મિત્રને આપ્યા હતા, કહ્યું-મારે વ્યાજ નથી જોઈતું, દીકરાની ફી આપ

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 August 18, 2026 👁 2 views
મિત્રએ પૈસા ન આપતાં ડ્રાઇવર તલવાર લઈને ધસી ગયો, CCTV:પુત્રના અભ્યાસ માટે ભેગા કરેલા 4 લાખ મિત્રને આપ્યા હતા, કહ્યું-મારે વ્યાજ નથી જોઈતું, દીકરાની ફી આપ
સુરતના પાંડેસરા વિસ્તારમાં પુત્રના અભ્યાસ માટે ભેગા કરેલા 4 લાખ મિત્રને મદદરૂપ થવા આપ્યા બાદ, જ્યારે પિતાએ વ્યાજ વગર માત્ર દીકરાની ફી ભરવા માટે પોતાના મૂળ પૈસા પરત માંગ્યા ત્યારે મિત્રે ના પાડી દીધી હતી.આમ આર્થિક મુશ્કેલીથી નારાજ થયેલો ડ્રાઇવર પિતા પોતાનો હક માંગવા માટે તલવાર લઈને મિત્રના ઘર બહાર ધસી ગયો હતો. પાંડેસરા પોલીસે વાઇરલ CCTV ફૂટેજના આધારે તાત્કાલિક મામલાની ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરીને શખસને ઝડપી લીધો. મિત્રને 2% વ્યાજે ₹4 લાખ આપ્યા હતા પાંડેસરામાં ડી-માર્ટ સામે રહેતા અને મૂળ ઉત્તર પ્રદેશના ગોરખપુરના વતની 33 વર્ષીય અજય ઉર્ફે અજ્જુ જૈસવાલ ડ્રાઇવિંગ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. અજયના પુત્રને ધોરણ-9માં સારી સ્કૂલમાં એડમિશન અપાવવા માટે તેણે મહામહેનતે ₹4 લાખ જમા કર્યા હતા. દરમિયાન, તેના પરિચિત અને ટીવી રિપેરિંગનું કામ કરતા મિત્ર મનોજ મૌર્યને પૈસાની સખત જરૂર હોવાથી અજયે વિશ્વાસ રાખીને 2 ટકા વ્યાજે ₹4 લાખ આપ્યા હતા. વ્યાજ છોડ્યું છતાં મૂળ રકમ પણ ન મળતાં વિવાદ વધ્યો શાળામાં ફી ભરવાનો સમય આવતાં અજયે પોતાના નાણાં પરત મેળવવા વારંવાર મનોજ પાસે ઉઘરાણી કરી હતી. અજયે ત્યાં સુધી કહ્યું હતું કે તેને વ્યાજના પૈસા નથી જોઈતા, માત્ર મૂળ ₹4 લાખ પરત આપી દે જેથી પુત્રનું એડમિશન થઈ શકે. આમ છતાં મનોજ મૌર્ય બહાનાબાજી કરીને નાણાં ચૂકવતો નહોતો. સમયસર ફી ન ભરાતાં પુત્રનું એડમિશન રદ થયું હતું અને નારાજ થઈને પુત્ર સુરતનું ઘર છોડી વતનમાં દાદા-દાદી પાસે જતો રહ્યો હતો. માનસિક તણાવમાં આવીને તલવાર લઈ બિલ્ડિંગ બહાર પહોંચ્યો દીકરો ઘર છોડીને જતો રહેતાં અજય ભારે માનસિક તણાવમાં આવી ગયો હતો. દીકરાના ભવિષ્યની ચિંતા અને મિત્રના વિશ્વાસઘાતથી હતાશ થઈને આખરે તે વહેલી સવારે હાથમાં તલવાર લઈને પાંડેસરા ખાતે આવેલા મનોજના બિલ્ડિંગ નીચે પહોંચી ગયો હતો. CCTV ફૂટેજમાં જોઈ શકાય છે કે તે પોતાના નાણાં પરત મેળવવાની લાચારીમાં તલવાર સાથે ઊભો હતો, જોકે તેણે કોઈના પર હુમલો કર્યો નહોતો. પોલીસે CCTV ફૂટેજના આધારે કાર્યવાહી શરૂ કરી જાહેરમાં તલવાર લઈને ફરતા યુવકની આ સમગ્ર હરકત નજીકમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ હતી. ફૂટેજ સામે આવ્યા બાદ પાંડેસરા પોલીસે ગુનાહિત ઈરાદો, હથિયારબંધીનો ભંગ તેમજ નાણાકીય લેવડ-દેવડના વિવાદ અંગે બંને પક્ષોની પૂછપરછ હાથ ધરી છે. મિત્રતામાં પૈસા ફસાઈ જતાં ઉશ્કેરાટમાં હથિયાર લઈને પહોંચવાની આ ઘટના હાલ સ્થાનિક સ્તરે ભારે ચર્ચાનો વિષય બની છે.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan