politics
મોઢવાડામાં પાક નિષ્ફળ થતા ખેડૂતો મુશ્કેલીમાં:ગોપાલ ઇટાલિયા વનમંત્રીના વતનની મુલાકાતે, કહ્યું- ટિકિટ કપાવાના ડરે નેતા બોલી શકતા નથી
વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ વનમંત્રી અર્જુન મોઢવાડિયાના વતન મોઢવાડાની મુલાકાત લીધી હતી. અહીં પાક નિષ્ફળ જતાં ખેડૂતોની સ્થિતિ દયનીય બની છે. ઇટાલિયાએ ખેડૂતો સાથે વાતચીત કરી તેમની મુશ્કેલીઓ જાણી હતી. મોઢવાડા અને આસપાસના વિસ્તારોમાં પાક નિષ્ફળ જવાને કારણે ખેડૂતો ભારે મુશ્કેલીમાં છે. ગોપાલ ઇટાલિયાએ આ મુદ્દો ઉઠાવ્યો હતો અને સ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું. મુલાકાત દરમિયાન ગોપાલ ઇટાલિયાએ આક્ષેપ કર્યો હતો કે, “મંત્રીના પોતાના ગામમાં જ દુષ્કાળ જેવી સ્થિતિ છે.” તેમણે ખેડૂતોની હાલત અંગે સરકારની કામગીરી પર સવાલો ઉઠાવ્યા હતા. ઇટાલિયાએ કટાક્ષ કરતા કહ્યું કે, “ટિકિટ કપાઈ જવાના ડરે શાસક પક્ષના નેતાઓ બોલી શકતા નથી.” તેમણે સરકાર પાસે પાક નિષ્ફળ જવાને કારણે આર્થિક મુશ્કેલીનો સામનો કરી રહેલા ખેડૂતોને તાત્કાલિક સહાય આપવાની માંગ કરી હતી.
Read full article on Divya Bhaskar