Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
crime

મોરબી ઝોન ઓફિસ બાંધકામમાં નબળી ગુણવત્તાનો આક્ષેપ:મેટલને બદલે સિરામિક વેસ્ટ મટીરીયલ વાપર્યાનો દાવો, કોંગ્રેસ પ્રમુખે વીડિયો વાયરલ કરી ગુણવત્તા તપાસની માગ કરી

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 August 24, 2026 👁 3 views
મોરબી ઝોન ઓફિસ બાંધકામમાં નબળી ગુણવત્તાનો આક્ષેપ:મેટલને બદલે સિરામિક વેસ્ટ મટીરીયલ વાપર્યાનો દાવો, કોંગ્રેસ પ્રમુખે વીડિયો વાયરલ કરી ગુણવત્તા તપાસની માગ કરી
મોરબીમાં મહાપાલિકાની નવી ઝોન કચેરીના નિર્માણ કાર્યમાં નબળી ગુણવત્તાના મટીરીયલનો ઉપયોગ થતો હોવાનો આક્ષેપ શહેર કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજાએ કર્યો છે. તેમણે જણાવ્યું કે, કોન્ટ્રાક્ટર દ્વારા ભરતી માટે મેટલને બદલે સિરામિક વેસ્ટ મટીરીયલ વાપરવામાં આવી રહ્યું છે. માળિયા ફાટક ચોકડી પાસે સર્કિટ હાઉસની બાજુમાં ઝોન ઓફિસનું બાંધકામ ચાલી રહ્યું છે. કોંગ્રેસ પ્રમુખને આ અંગે માહિતી મળતા તેઓ સ્થળ પર પહોંચ્યા હતા. ત્યાં તેમણે બિલ્ડિંગના પાયામાં મેટલને બદલે સિરામિક વેસ્ટ મટીરીયલ (માટીના ભુક્કા)ના ઢગલા જોયા હતા, જે અત્યંત નબળી ગુણવત્તાનું કામ સૂચવે છે. પુષ્પરાજસિંહ જાડેજાએ આ અંગેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર મૂક્યો હતો. તેમણે સ્થળ પરથી ભરતી માટે ઉપયોગમાં લેવાઈ રહેલા મટીરીયલના સેમ્પલ પણ લીધા હતા. કોંગ્રેસ પ્રમુખે મોરબી મહાપાલિકાના મેયર, કમિશનર અને બાંધકામ વિભાગના ઇજનેરોને સ્થળની મુલાકાત લેવા અપીલ કરી છે. તેમણે માંગ કરી છે કે, જો કોન્ટ્રાક્ટર દ્વારા ટેન્ડરની શરતો મુજબ કામ ન થતું હોય તો તેની સામે કડક પગલાં લેવામાં આવે અને કરોડો રૂપિયાના ખર્ચે બની રહેલી કચેરીમાં ઉચ્ચ ગુણવત્તાયુક્ત મટીરીયલનો ઉપયોગ થાય તે સુનિશ્ચિત કરવામાં આવે.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan