Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Carpooling Pricing Register Free
top

મોરબીમાં ખેડૂતોને યોજનાકીય સહાય અપાઈ:કિસાન સન્માન દિવસના કાર્યક્રમમાં પાકિસ્તાનથી આવેલા 25 લઘુમતી નાગરિકોને નાગરિકતા પ્રમાણપત્ર અપાયાં

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 October 30, 2026 👁 3 views
મોરબીમાં ખેડૂતોને યોજનાકીય સહાય અપાઈ:કિસાન સન્માન દિવસના કાર્યક્રમમાં પાકિસ્તાનથી આવેલા 25 લઘુમતી નાગરિકોને નાગરિકતા પ્રમાણપત્ર અપાયાં
મોરબીના ગોર ખીજડીયા કૃષિ વિજ્ઞાન કેન્દ્રમાં જિલ્લા કક્ષાનો કિસાન સન્માન દિવસ યોજાયો. કાર્યક્રમમાં પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા હાજર રહ્યા હતા. મંત્રી છાંગાએ કહ્યું કે ખેતીમાં યાંત્રિકીકરણ વધારવા અને ખેતી સરળ બનાવવા રાજ્ય સરકાર ટ્રેક્ટર તથા અન્ય ખેત ઓજારો માટે સહાય યોજનાઓ ચલાવે છે. તેમણે કહ્યું કે ખેડૂતોની સુખાકારી અને સમૃદ્ધિ સરકારની પ્રાથમિકતા છે. સહાય પારદર્શક રીતે અને સરળતાથી મળે તે માટે ડિજિટલ વ્યવસ્થા ઊભી કરાઈ છે. મંત્રીના જણાવ્યા મુજબ, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (PM-KISAN) હેઠળ 2018-19થી અત્યાર સુધી મોરબી જિલ્લાના 1,10,394 ખેડૂતોના બેંક ખાતામાં કુલ રૂ. 369.28 કરોડ જમા કરાયા છે. કાર્યક્રમમાં પાત્ર ખેડૂતોને વિવિધ યોજનાઓ હેઠળ સહાય અપાઈ હતી. પાકિસ્તાનથી સ્થળાંતર કરીને આવેલા આશરે 25 લઘુમતી નાગરિકોને ભારતીય નાગરિકતાનાં પ્રમાણપત્રો પણ અપાયાં. આ પ્રસંગે ડીસાથી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની અધ્યક્ષતામાં યોજાયેલા કિસાન સન્માન દિવસના કાર્યક્રમનું જીવંત પ્રસારણ બતાવવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા, જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરે, ડીડીઓ વિદ્યાસાગર, નાયબ વન સંરક્ષક સુનિલકુમાર બેરવાલ, ડીઆરડીએ નિયામક નવલદાન ગઠવી અને પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જેતાવત હાજર રહ્યા હતા. મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ જયંતીભાઈ રાજકોટિયા, ગોર ખીજડીયા ગામના સરપંચ ગૌતમભાઈ મોરડીયા, ભાજપના સિનિયર આગેવાન જયંતીભાઈ પટેલ, મોરબી મહાપાલિકાના ચેરમેન નવનીતભાઈ કુંડારીયા અને કોર્પોરેટર ગણેશભાઈ ડાભી પણ ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા ખેતીવાડી અધિકારી હિમાંશુ ઉસદડીયા, મદદનીશ બાગાયત અધિકારી બ્રિજેશ જેઠલોજા, સિનિયર સાયન્ટિસ્ટ એમ.એ. ભોરણીયા અને જિલ્લા શિક્ષણ અધિકારી કમલેશ મોતા સહિતના અધિકારીઓ, સરપંચો અને ખેડૂતો કાર્યક્રમમાં હાજર રહ્યા હતા.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan