Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
crime

મોરબીમાં લોખંડનો હથોડો મારીને પત્નીની હત્યા કરનાર પતિ ઝડપાયો:ભાણવડના ચોખડા ગામેથી ધરપકડ, દંપતી વચ્ચે ઝઘડા બાદ બની ઘટના; સારવાર દરમિયાન પત્નીનું મોત

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 August 19, 2026 👁 2 views
મોરબીમાં લોખંડનો હથોડો મારીને પત્નીની હત્યા કરનાર પતિ ઝડપાયો:ભાણવડના ચોખડા ગામેથી ધરપકડ, દંપતી વચ્ચે ઝઘડા બાદ બની ઘટના; સારવાર દરમિયાન પત્નીનું મોત
મોરબીના જુના રફાળેશ્વર રોડ પર ભડિયાદ ગામ પાસે આવેલી આધ્યાશક્તિ પેપર મિલના લેબર ક્વાર્ટરમાં રહેતા દંપતી વચ્ચે રૂપિયા આપવાના મામલે થયેલા ઝઘડાએ ગંભીર સ્વરૂપ ધારણ કર્યું હતું. આ ઘટનામાં પતિએ પત્નીના માથાના ભાગે લોખંડના હથોડાથી માર માર્યો હોવાનો આક્ષેપ છે. ગંભીર ઈજાઓ બાદ મહિલાનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. દીકરીની ડિલિવરી સમયે રૂ.5 હજાર આપ્યા હતા મૂળ મધ્યપ્રદેશના રહેવાસી અને મજૂરી કામ કરતા પરિવારની દીકરી સુનિતાની ડિલિવરી સમયે તેની માતા શાંતાબેને રૂ.5 હજાર આપ્યા હતા. આ રૂપિયા આપવાના મુદ્દે શાંતાબેન અને તેમના પતિ ભુરાભાઈ બુધાભાઈ કટારા વચ્ચે બોલાચાલી અને ઝઘડો થયો હતો. ઉશ્કેરાયેલા પતિએ હથોડાથી માર માર્યો ઝઘડા દરમિયાન આરોપી ભુરાભાઈ કટારા ઉશ્કેરાઈ ગયા હતા અને પત્ની શાંતાબેનને લોખંડના હથોડાથી માથાના ભાગે માર માર્યો હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. મારામારીના કારણે શાંતાબેનના માથા અને નાકમાંથી લોહી નીકળવા લાગ્યું હતું અને તેમને ગંભીર ઈજાઓ પહોંચી હતી. મોરબી બાદ રાજકોટ સારવાર માટે ખસેડાયા ગંભીર રીતે ઈજાગ્રસ્ત શાંતાબેનને પ્રથમ સારવાર માટે મોરબી લઈ જવામાં આવ્યા હતા. ત્યારબાદ વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા. જોકે, સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. પુત્રની ફરિયાદના આધારે હત્યાનો ગુનો માતાના મોત બાદ તેમના પુત્ર વિનોદભાઈ ભુરાભાઈ કટારાએ પોતાના પિતા ભુરાભાઈ બુધાભાઈ કટારા વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપીને ઝડપી લેવા તપાસ હાથ ધરી હતી. ભાણવડના ચોખડા ગામની સીમમાંથી આરોપીની ધરપકડ મોરબી તાલુકા પોલીસની ટીમે તપાસ હાથ ધરી આરોપી ભુરાભાઈ બુધાભાઈ કટારાને ભાણવડ તાલુકાના ચોખડા ગામની સીમ વિસ્તારમાંથી ઝડપી પાડ્યો હતો. પોલીસે આરોપીની ધરપકડ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઈ એન.એસ. ઘેટિયાની સૂચના મુજબ પીએસઆઈ સી.એસ. સોંદરવા તથા તેમની ટીમે કાર્યવાહી હાથ ધરી આરોપીને ઝડપી પાડ્યો હતો. સમગ્ર બનાવ અંગે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan