crime
મોરબીમાં ફૂડ વિભાગનું 10 દુકાનોમાં ચેકિંગ:અનલોગ ચીઝ-પનીર જપ્ત કરાયા, 15 કિલો વાસી ખાદ્યસામગ્રીનો નાશ
મોરબીમાં રાજ્ય સરકાર દ્વારા પ્રતિબંધિત અનલોગ ચીઝ અને પનીરના ઉપયોગ સામે ફૂડ વિભાગે કડક કાર્યવાહી કરી છે. સનાળા રોડ પર આવેલી દસ જેટલી દુકાનોમાં તપાસ હાથ ધરવામાં આવી હતી, જેમાં પંદર કિલો વાસી ખાદ્યસામગ્રીનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો. ફૂડ વિભાગની ટીમે ખાસ કરીને પિઝા શોપ પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. જેમાં પાપા લુઈસ, રિયલ પેપરિકા અને લાપીનોઝ જેવી પિઝા શોપનો સમાવેશ થાય છે, જ્યાં સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન, ફ્રીજમાં સંગ્રહિત વાસી અને અખાદ્ય ખોરાક મળી આવ્યો હતો, જે ગ્રાહકોને પીરસવામાં આવતો હોવાનું જણાયું હતું. આ વાસી ખાદ્યસામગ્રીનો તાત્કાલિક નાશ કરવામાં આવ્યો હતો અને દુકાનદારોને ભવિષ્યમાં આવી પ્રવૃત્તિઓ ન કરવા માટે જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે આગામી દિવસોમાં મોરબીના અન્ય વિસ્તારોમાં પણ અનલોગ ચીઝ અને પનીરનો ઉપયોગ કરતી દુકાનોમાં સઘન તપાસ અભિયાન ચાલુ રહેશે.
Read full article on Divya Bhaskar