crime
મોરબીના આમરણ પાસે પલટી મારેલા કન્ટેનર હટાવતી વખતે ટ્રાફિકજામ:વાહનચાલકો કલાકો સુધી અટવાયા; ડાયવર્ઝનનો રસ્તો ખૂબ જ ખરાબ હાલતમાં
મોરબીના આમરણ ગામ પાસે આજે ટ્રાફિક જામ થયો હતો. રોડ સાઈડમાં પલ્ટી મારી ગયેલા એક કન્ટેનરને હટાવવાનું કામ ચાલી રહ્યું હતું, જેના કારણે વાહનવ્યવહાર ખોરવાઈ ગયો. થોડા દિવસો પહેલા જામનગર રોડ પર આમરણ નજીક એક ટ્રકમાંથી કન્ટેનર રોડ સાઈડમાં પલ્ટી મારી ગયું હતું. આ ઘટના ખરાબ રસ્તા અને મોટા ખાડાઓને કારણે બની હતી. આ અકસ્માતમાં પાણીના પંપની દીવાલ અને કન્ટેનરને નુકસાન થયું હતું. આમરણ ગામ પાસે ઓવરબ્રિજનું કામ ચાલી રહ્યું છે, જ્યાં ડાયવર્ઝનનો રસ્તો ખૂબ જ ખરાબ હાલતમાં છે. વાહનચાલકોએ જણાવ્યું કે આ રસ્તો છેલ્લા છ મહિનાથી ખરાબ છે. ખરાબ રસ્તાને કારણે અહીં નાના-મોટા અકસ્માતો વારંવાર થાય છે. સ્થાનિક લોકો અને વાહનચાલકોની માંગ છે કે અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર દ્વારા આ ડાયવર્ઝનનો રસ્તો વહેલી તકે રિપેર કરવામાં આવે.
Read full article on Divya Bhaskar