crime
નાના ગોરૈયામાં જુગારધામ ઝડપાયું,:રૂ. 11.98 લાખના મુદ્દામાલ સાથે 11 જુગારીઓને બજાણા પોલીસે ઝડપ્યાં
બજાણા પોલીસે નાના ગોરૈયા ગામની સીમમાં જાહેર ચાલતા જુગારધામ પર દરોડો પાડ્યો હતો. આ દરોડામાં ગંજીપાના વડે તીન પત્તીનો જુગાર રમતા 11 મહિલા અને પુરૂષોને ઝડપી પાડ્યા હતા. પોલીસે રોકડા રૂ. 83,270, એક ફોર વ્હીલર ગાડી, પાંચ મોબાઈલ ફોન અને બે મોટરસાયકલ સહિત કુલ રૂ. 11,98,670નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. બજાણા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન ખાનગી બાતમી મળી હતી કે, નાના ગોરૈયા ગામે પ્રેમજી કલ્યાણ પટેલની વાડી પાસે ખુલ્લી જગ્યામાં કેટલાક લોકો હાથબેટરીના અજવાળે જુગાર રમી રહ્યા છે. જેને આધારે પોલીસે દરોડો પાડી જુગારીઓને ઝડપી પાડ્યા હતા. તમામ મુદ્દામાલ જપ્ત કરીને જુગારધારા હેઠળ બજાણા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. પકડાયેલા આરોપીઓમાં હર્ષદ બાબુ ઠાકોર, દીપકકુમાર ભુપતજી ઠાકોર, મયુર પ્રવીણ ઠાકોર, વિક્રમ રાજેશ ઠાકોર, મોહસીન મહેબુબ મિયાણા, મોહસીન મહંમદ સંધી (તમામ રહે. વિરમગામ), લલિતાબેન ઉર્ફે ભુરીબેન કેસાજી ઠાકોર, રહે. સાકરિયા ગામ, તા. વિરમગામ, સંગીતાબેન હર્ષદભાઈ ઠાકોર, આરતીબેન વિજયગીરી ગોસ્વામી, ટીકુબેન અજીતભાઈ મકવાણા અને ભીખીબેન વેલાજી કુકવાયા (તમામ રહે. વિરમગામ)નો સમાવેશ થાય છે. આ સફળ કામગીરીમાં ઇન્ચાર્જ પો.ઇન્સ. એ.કે. વાઘેલા, પો.હેડ.કોન્સ. જે.એમ. વઢેર, પો.હેડ.કોન્સ. એન.એલ. ગોહિલ, પો.કોન્સ. ધર્મેન્દ્રસિંહ ગજેન્દ્રસિંહ, પો.કોન્સ. હરેશભાઈ ઘનશ્યામભાઈ અને વુ.પો.કોન્સ. કવિતાબેન દીપકકુમાર સહિતની ટીમે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.
Read full article on Divya Bhaskar