politics
નબીપુર પોલીસ સ્ટેશનનું રેન્જ IG સંદીપસિંઘે કર્યું ઇન્સ્પેક્શન:ભરૂચ SP અક્ષયરાજ મકવાણા સહિતના અધિકારીઓ હાજર રહ્યા
ભરૂચ તાલુકાના નબીપુર પોલીસ સ્ટેશનમાં વડોદરા રેન્જ આઈ.જી. સંદીપસિંઘની હાજરીમાં પોલીસ સ્ટેશનનું ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન નબીપુર પોલીસ સ્ટેશનના અધિકારીઓ અને કર્મચારીઓએ રેન્જ આઈ.જી. સંદીપસિંઘને ગાર્ડ ઓફ ઓનર આપ્યું હતું. ઇન્સ્પેક્શન દરમિયાન નબીપુર પોલીસ સ્ટેશનના અધિકારીઓ અને કર્મચારીઓની કામગીરીની વિસ્તૃત સમીક્ષા કરાઈ હતી. પોલીસ સ્ટેશનના જુદા જુદા રેકોર્ડ, કામગીરી અને સ્ટાફની ફરજની તપાસ કરીને જરૂરી સૂચનાઓ અને માર્ગદર્શન અપાયું હતું. આઈ.જી. સંદીપસિંઘે પોલીસની કામગીરીને વધુ સારી અને અસરકારક બનાવવા માટે જરૂરી સુધારા અને ઉપાયો વિશે અધિકારીઓ અને કર્મચારીઓને માર્ગદર્શન આપ્યું. તેમણે કહ્યું કે પોલીસની મુખ્ય જવાબદારી લોકો સુધી સમયસર અને અસરકારક પોલીસ સેવા પહોંચાડવી છે. નાગરિકોની ફરિયાદો અને પ્રશ્નો ઉકેલવામાં સંવેદનશીલતાથી કામ કરવા પણ સૂચના અપાઈ હતી. આ ઇન્સ્પેક્શન દરમિયાન ભરૂચ જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણા, ડીવાયએસપી સી.કે. પટેલ, નબીપુર પોલીસ ઇન્સ્પેક્ટર ટી.આર. ચૌધરી સહિતના પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહ્યા હતા.
Read full article on Divya Bhaskar