crime
સુરતનો બર્નિગ ટ્રક: ખાંડ ભરેલા ટ્રકમાં થયો ભડકો!
સુરત જિલ્લામાં વધુ એક આગની ઘટના બની છે. કામરેજ નજીકથી પસાર થતાં દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે ઉપર દોડતા ટ્રકમાં આગ લાદગતા દોડધામ મચી હતી. પ્રાથમિક જાણકારી પ્રમાણે આગનો આ બનાવ કામરેજના આસ્થા ગામ નજીક બન્યો હતો. જ્યાં ખાંડ ભરીને પસાર થતા એક ટ્રકના પાછળના ભાગમાં કોઈ કારણોસર આગ લાગી હતી. બનાવ અંગેનો કોલ મળતા જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને પાણીનો મારો ચલાવીને આગને કાબૂમાં લીધી હતી. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની ન થતાં સૌએ રાહતનો શ્વાસ લીધા હતા. ત્યારે હાલ સોશિયલ મીડિયામાં બર્નિગ ટ્રકનો વીડિયો વાયરલ થતા ચર્ચાઓ જાગી છે.
Read full article on News18 Gujarati