crime
મહાબળેશ્વર ફરવા ગયેલી પત્નીએ પતિના લફરાનો ભાંડો ફોડ્યો:કાલુપુરમાં અન્ય મહિલા સાથે સંબંધ હોવાથી પત્ની સાથે શરીર સંબંધ રાખતો નહોતો
અમદાવાદના કાલુપુરમાં પતિના અન્ય મહિલા સાથેના સંબંધ હોવાથી પત્ની સાથે શરીર સંબંધ રાખતો ન હતો. જ્યારે પતિ પત્ની મહાબળેશ્વર ફરવા ગયા ત્યારે પતિની પ્રેમિકાનો ફોન સતત આવતા પત્નીએ મોબાઈલ ચેક કરતા ભાંડો ફૂટ્યો હતો. આ અંગે પત્નીએ પતિ સામે કાલુપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. લગ્નની પહેલી રાતે પતિએ પત્ની સાથે શારીરિક સંબંધ બાંધ્યા ન હતા કાલુપુરમાં 27 વર્ષીય પરિણીતા પરિવાર સાથે રહે છે. તેના લગ્ન વર્ષ 2025માં શાહ આલમના યુવક સાથે થયા હતા. લગ્ન બાદ તે સાસરીમાં રહેવા ગઈ હતી. લગ્નની પહેલી રાતે જ પતિએ પત્ની સાથે શારીરિક સંબંધ બાંધ્યા ન હતા. શરૂઆતમાં પત્નીને એમ કે લગ્નના કારણે પતિ થાકી ગયો હોવાનું માની વાતને અવગણી હતી. જોકે, ત્યારબાદ પણ શારીરિક સંબંધ બાંધતો ન હોવાથી તેને પતિના વર્તન અંગે શંકા ગઈ હતી. પત્નીએ પતિનો મોબાઈલ ચેક કરતાં ભાંડો ફૂટ્યો જાન્યુઆરીમાં બંને મહાબળેશ્વર ફરવા ગયા હતા. ત્યાં પતિના મોબાઈલ પર સતત કોઈ વ્યક્તિના ફોન આવતા હતા. આથી પત્નીએ પતિનો મોબાઈલ ચેક કરતાં તેને એક મહિલા સાથેની વાતચીત અને કોલની જાણ થઈ હતી. તપાસ કરતાં પતિને એક મહિલા નામની સાથે અફેર હોવાની પત્નીને જાણ થઈ હતી. જેથી પત્નીએ પતિને આ અંગે પૂછતાં ઉશ્કેરાઈ ગયો હતો અને તેની સાથે મારામારી કરી. પત્નીએ ફરિયાદ નોંધાવી મહાબળેશ્વરથી અમદાવાદ પરત આવ્યા બાદ પણ પતિના વર્તનમાં કોઈ સુધારો આવ્યો ન હતો. પતિના અન્ય મહિલા સાથેના સંબંધનો વિરોધ કરતાં માર મારવામાં આવતા અંતે પત્નીએ પતિ સામે કાલુપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
Read full article on Divya Bhaskar