Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
top

રાજકોટના ચકચારી નિમેષ પટેલના આપઘાત પહેલા શું બન્યું?:આશાએ ઘરે પાર્ટીની ના પાડતા કાજલના ઘરે પાર્ટી યોજી, 'આશાને મેસેજ કરી કહ્યું- હું આજે રાત્રે ઘરે નહીં આવું, અહીં જ સૂઈ જાવ છું'

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 August 26, 2026 👁 1 views
રાજકોટના ચકચારી નિમેષ પટેલના આપઘાત પહેલા શું બન્યું?:આશાએ ઘરે પાર્ટીની ના પાડતા કાજલના ઘરે પાર્ટી યોજી, 'આશાને મેસેજ કરી કહ્યું- હું આજે રાત્રે ઘરે નહીં આવું, અહીં જ સૂઈ જાવ છું'
રાજકોટના રૈયા ગામ નજીક ગંગોત્રી પાર્કંમાં આવેલા પામ યુનિવર્સિટ બિલ્ડિંગના 12માં માળેથી ઝંપલાવી આત્મહત્યા કરી લેનારા નિમેષ પટેલના કેસમાં નવો ખુલાસો થયો. લિવઈનમાં રહેતા નિમેષ અને તેની ક્લાસમેટ રહેલી કાજલે પહેલા નિમેષના ઘરે જ પાર્ટી યોજી હતી. પરંતુ, આશાએ પાર્ટીની ના પાડતા કાજલ પોતાની કારમાં નિમેષ સાથે પોતાના ફ્લેટ પર પહોંચી હતી. પાર્ટી કર્યા બાદ નિમેષે રાત્રે જ આશાને મેસેજ કર્યો હતો કે, હું અહીં સૂઈ જાવ છું, ઘરે નહીં આવું. ત્યારબાદ રાત્રિના પોણા બે વાગ્યાના અરસામાં 12માં માળેથી પડતું મૂકી આત્મહત્ચા કરી લીધી. આશા અને નિમેષનો 3 વર્ષ પહેલા સંપર્ક થયો'તો રાજકોટમાં રૈયા ગામ નજીક ગંગોત્રી પાર્કમાં આવેલ પામ યુનિવર્સ બિલ્ડિંગના 12માં માળેથી ઝંપલાવી નિમેષ ભંડેરી નામના યુવકે કરેલા આપઘાત કેસમાં મૃતક નિમેષ અને મૈત્રી કરારથી સાથે રહેતી આશા પાડલીયાને 3 વર્ષ પહેલા સોશિયલ મીડિયા મારફત સંપર્ક થયો હોવાનું સામે આવ્યું છે અને તેમની મિત્રતા અંગે આશાના પરિવારજનોને જાણ થતા સ્વૈચ્છીક છૂટાછેડા આપી દેતા બાદમાં બન્ને મૈત્રીકરાર કરી રહેતા હતા. નિમેષ અને કાજલ બન્ને ક્લાસમેટ હોવાથી સારા મિત્ર હતા આ વાતની જાણ આશાને પણ હતી અને તેઓ સમયાંતરે સ મળી પાર્ટી કરતા હતા બનાવના દિવસે આશાએ પોતાના ઘરે પાર્ટી કરવાની ના પાડતા કાજલ અને નિમેષએ પામ યુનિવર્સ ખાતે કાજલના ઘરે પાર્ટીનું આયોજન કર્યું હતું. અહિયાંથી રાત્રે નિમેષએ આશાને છેલ્લે મેસેજ કરી હું આજે રાત્રે અહીંયા જ સુઈ જાવ છું ઘરે નહિ એવું તેવી જાણ કરી હતી અને બાદમાં રાત્રે 1.39 વાગ્યે 12માં માળે રૂમની બાલ્કનીમાંથી ઝંપલાવી આપઘાત કરી લીધો હતો. પિતાએ અઢી વર્ષ પહેલા જ દીકરા સાથેના સંબંધો પૂરા કર્યા'તા નિમેષ પરબતભાઈ ભંડેરી (ઉ.વ.42)ને સંતાનમાં એક દીકરો અને દીકરી છે. નિમેષને પારિવારિક ઝઘડા અને ગૃહ ક્લેશના કારણે પિતા પરબતભાઈએ અઢી વર્ષ પહેલા ઘરમાંથી કાઢી મુક્યો હતો અને ત્યારથી તેની પત્ની અને સંતાનો હુડકો વિસ્તારમાં કિરણ સોસાયટી ખાતે રહે છે. 3 વર્ષ પહેલા નિમેષ અને આશા પાડલીયાનો સોશિયલ મીડિયા મારફત સંપર્ક થયો હતો અને બન્ને વચ્ચે પ્રેમસબંધ બંધાયો હતો. આ સમયે આશા પરણિત હતી અને એક સંતાનની માતા હતી. તેના રિલેશન અંગે પતિને જાણ થતા રાજીખુશીથી આશાને છૂટાછેડા આપી દેતા આશા અને નિમેષ બન્ને સાથે મૈત્રી કરારથી રહેવા લાગ્યા હતા. જેમાં બન્ને પહેલા યાજ્ઞિક રોડ પર ભાડાના મકાનમાં રહેતા હતા અને છેલ્લા 9 મહિનાથી કાલાવડ રોડ પર આત્મિય કોલેજની સામે, સ્વિમિંગ પુલ પાછળ નંદનવન સોસાયટી શેરી નંબર 1માં રહેતા હતા અને નિમેષ આશાને રહેવા માટે નવો એક ફ્લેટ પણ લઇ દેવાનો હતો. આશાએ ના પાડતા કાજલના ફ્લેટ પર પાર્ટી યોજી નિમેષ ભંડેરીની ક્લાસમેટ અને સારી મિત્ર કાજલ સ્લોત હતી. કાજલ નિમેષ અને આશા બધા એક બીજાની સાથે સંપર્કમાં પણ હતા ઘરે આવરોજાવરો પણ રહેતો હતો. કાજલ અને નિમેષ પાર્ટી કરવાના શોખીન હતા સમયાંતરે પાર્ટી પણ કરતા હતા. બનાવના દિવસે એટલે કે સોમવારે રાત્રે 24 ઓગસ્ટે નિમેષ અને કાજલ પાર્ટી કરવાના હતા પરંતુ આશાએ પાર્ટી ન કરવા માટે કહેતા નિમેષના બદલે રૈયા ગામ નજીક આવેલ પામ યુનિવર્સમાં કાજલના ઘરે પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. 10 વાગ્યા બાદ કાજલના ઘરે નિમેષ ગયો હતો અને ત્યાં પાર્ટી કરી બાદમાં ત્યાં જ સુઈ ગયો હતો. અહીંયા જ તે રાત્રે સુઈ જશે તેવી જાણ તેને આશાને છેલ્લે કરી હતી અને બાદમાં કોઈ કારણો સર 1.39 વાગ્યે રૂમની બાલ્કનીમાંથી ઝંપલાવી આપઘાત કરી લીધો હતો. નિમેષ કાજલના ઘરે સૂતો હતો બાદમાં તમામ સભ્યોને એમ જ હતું કે નિમેષ રૂમમાં સૂઈ ગયો છે. જોકે, મોડી રાત્રે કાજલની પુત્રી પાણી પીવા માટે જાગી ત્યારે તેણે જોયું કે નિમેષ રૂમમાં ન હતો જેથી તેણે ગેલેરીમાંથી નીચે તરફ નજર કરી તો નિમેષ બિલ્ડીંગના નીચેના ભાગે પછડાાયેલી હાલતમાં પડેલો જોવા મળ્યો હતો. આ પછી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે મૃતદેહને ફોરેન્સિક પોસમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. આર્થિક ભીંસ કે અન્ય કોઈ કારણ છે કે કેમ તે અંગે પોલીસે નિમેષના મોબાઈલ ફોન અંગે અને કોલ ડિટેઇલ અંગે તપાસ હાથ ધરી આપઘાતનું ચોક્કસ કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે આ સમાચાર પણ વાંચોઃ રાજકોટના પાટીદારના રેખા સાથે લગ્ન, ડિવોર્સી આશા સાથે મૈત્રી કરાર, ફ્રેન્ડ કાજલના ઘરેથી કુદ્યો રાજકોટના રૈયાગામ સ્મશાન નજીકની 13 માળની પામ યુનિવર્સ બિલ્ડીંગના 12માં માળેથી ઝંપલાવી નિમેષ ભંડેરી(ઉં.વ.42) નામના યુવકે આપઘાત કર્યો છે. પાટીદાર મૃતકે ગત મોડી રાત્રે ડિવોર્સી લિવ-ઇન પાર્ટનર આશાની બહેનપણી કાજલના ઘરે જઈ 1.39 વાગ્યે ઝંપલાવ્યું હતું. ત્યાર બાદ કાજલે આ અંગે જાણ કરતા આશા દોડી આવી હતી અને નિમિષેનો ચહેરો પકડી વિલાપ કરવા લાગી હતી. નિમેષે તેની સ્ત્રી મિત્રની બહેનપણીના ઘરે કેવી રીતે પહોંચ્યો એ પણ સવાલ છે. પોલીસ પણ આ દિશામાં તપાસ કરી રહી છે. આશા તથા કાજલની પણ પૂછપરછ કરશે. (સંપૂર્ણ સમાચાર વાંચો)
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan