Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
crime

ટેન્કમાં કલરની ડોલ ઢોળાતા ગેસ ગૂંગળામણથી બે યુવક બેભાન:બૂમાબૂમ કરતા લોકો દોડી આવ્યા, મહેસાણા નુગર બાયપાસ નજીક કંપનીનો બનાવ

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 August 23, 2026 👁 2 views
ટેન્કમાં કલરની ડોલ ઢોળાતા ગેસ ગૂંગળામણથી બે યુવક બેભાન:બૂમાબૂમ કરતા લોકો દોડી આવ્યા, મહેસાણા નુગર બાયપાસ નજીક કંપનીનો બનાવ
મહેસાણાના નુગર બાયપાસ પાસે આવેલી બોઇલર ટેન્ક બનાવતી કંપનીમાં શનિવારે(22 ઓગસ્ટ) સાંજે કલર કામ દરમિયાન એક મોટો અકસ્માત ટળ્યો હતો. શિવાલીક હોટેલ સામે સ્થિત આ કંપનીમાં ટેન્કની અંદર કલર કરી રહેલા બે મજૂરો અચાનક બેભાન થઈ જતાં અફરાતફરી મચી ગઈ હતી. સમગ્ર બનાવ અંગે કંપનીના સંચાલક અતુલ પટેલે મહેસાણા મહાનગરપાલિકાના ફાયર વિભાગને તાત્કાલિક જાણ કરતા ફાયર ફાઇટરોની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી. સ્પિરિટ અને કેમિકલની તીવ્ર વાસ, ટેન્કની અંદર ઓક્સિજન ઓછો થઈ ગયો ટેન્કરની અંદર કામ કરી રહેલા સુમિત દેતાગી અને આકાશ દેતાંગી નામના બે યુવકો કલરનું કામ કરી રહ્યા હતા. તે સમયે અંદર રાખેલી કલરની ડોલ અચાનક ઢોળાઈ ગઈ હતી. કલરમાં રહેલા સ્પિરિટ અને કેમિકલની તીવ્ર વાસને કારણે ટેન્કની અંદર ઓક્સિજન ઓછો થઈ ગયો હતો અને એક કર્મચારી બેભાન થઈ ગયો હતો. બીજા યુવકે સમયસૂચકતા વાપરીને બૂમાબૂમ કરતા બહાર ઊભેલા લોકો અને સંચાલકો મદદ માટે દોડી આવ્યા હતા. બંને યુવકોને સલામત રીતે બહાર કાઢ્યા, હાલ સ્વસ્થ ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરીને ટેન્કની અંદર ફસાયેલા બંને યુવકોને સલામત રીતે બહાર કાઢ્યા હતા. ત્યારબાદ બંનેને ત્વરિત સારવાર માટે મહેસાણા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં જરૂરી સારવાર આપ્યા બાદ હાલ બંને યુવકોની તબિયતમાં સુધારો છે અને તેઓ સંપૂર્ણપણે સ્વસ્થ હોવાનું જાણવા મળ્યું છે. સમયસર મળેલી મદદને કારણે મોટી હોનારત અટકી હતી.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan