politics
બોટાદમાં ધારાસભ્યની સરપ્રાઈઝ વિઝીટ, અધિકારી ગેરહાજર મળ્યા:નાગરિકોના કામ માટે ધક્કા ખાવા પડતા હોવાથી કડક સૂચના આપી
બોટાદ શહેરના ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણાએ આજે 16 સપ્ટેમ્બર 2026 ના રોજ તાલુકા સદનની અચાનક મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે નાગરિકો અને અધિકારીઓની કામગીરી અંગે પૂછપરછ કરી હતી. ધારાસભ્યની મુલાકાત સમયે કેટલીક અધિકારીઓની ચેમ્બરો ખાલી જોવા મળી હતી. પૂછપરછ કરતા જાણવા મળ્યું કે કેટલાક અધિકારીઓ મીટિંગમાં હતા, જ્યારે કેટલાકની કામગીરી સિસ્ટમ પરથી બંધ હતી. નાગરિકોએ ધારાસભ્યને જણાવ્યું કે તેમને સામાન્ય કામ માટે પણ બે-ત્રણ ધક્કા ખાવા પડે છે. આ અંગે ધારાસભ્યએ જવાબદાર અધિકારીઓને કડક સૂચનાઓ આપી હતી. તેમણે ખાસ નોંધ લીધી કે ભવિષ્યમાં કોઈ પણ સિનિયર સિટીઝનને લાઈનમાં ઊભા ન રાખવા અને શક્ય હોય ત્યાં સુધી એક જ મુલાકાતમાં તેમનું કામ પૂરું કરી આપવું.
Read full article on Divya Bhaskar