top
રાહુલ ગાંધી સામે ખોટી ફરિયાદના આક્ષેપ સાથે કોંગ્રેસની માર્ચ:ભાજપના ઈશારે ફરિયાદનો આરોપ લગાવી જામનગરમાં વિરોધ પ્રદર્શન કરાયું
જામનગરમાં કોંગ્રેસ દ્વારા એક માર્ચ યોજવામાં આવી હતી. કોંગ્રેસે આરોપ લગાવ્યો કે ઉત્તરાખંડ પોલીસે ભાજપ અને આરએસએસના ઈશારે રાહુલ ગાંધી સામે ખોટી ફરિયાદ દાખલ કરી છે. કોંગ્રેસનું કહેવું છે કે બંધારણીય મૂલ્યોના અપમાન સામે કાર્યવાહી કરવાને બદલે આ ફરિયાદ કરવામાં આવી છે. કોંગ્રેસે આ ઘટનામાં પોલીસ તંત્રના રાજકીય દુરુપયોગ અંગે ચિંતા વ્યક્ત કરી. તેમનું કહેવું છે કે ભાજપ સરકારના ઈશારે થતી આવી કાર્યવાહી લોકશાહી અને બંધારણના મૂળભૂત મૂલ્યોનું ઉલ્લંઘન કરે છે. કોંગ્રેસે માંગ કરી કે વિરોધનો અવાજ દબાવવાને બદલે બંધારણ અને લોકશાહીની રક્ષા થવી જોઈએ. તેમણે ખોટી ફરિયાદ પાછી ખેંચવા અને ભાજપ, આરએસએસ મલ્લિકાર્જુન ખડગેની માફી માંગે તેવી માંગ કરી. આ માર્ચ જામનગર શહેર કોંગ્રેસ કાર્યાલયથી ગાંધીજીના બાવલા સુધી યોજાઈ હતી. આ માર્ચમાં જામનગર શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ દિગુભા જાડેજા સહિત કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો જોડાયા હતા.
Read full article on Divya Bhaskar