Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Carpooling Pricing Register Free
top

મોદીએ સભામાં ખિમાણાની દીકરી પાસેથી સ્કેચ મંગાવ્યો:છ મહિનાની મહેનતથી પોતાના હાથે બનાવેલો સ્કેચ ભેટ આપવાનું સપનું પૂરું થતાં સીમાં ભાવવિભોર બની

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 October 30, 2026 👁 3 views
મોદીએ સભામાં ખિમાણાની દીકરી પાસેથી સ્કેચ મંગાવ્યો:છ મહિનાની મહેનતથી પોતાના હાથે બનાવેલો સ્કેચ ભેટ આપવાનું સપનું પૂરું થતાં સીમાં ભાવવિભોર બની
બનાસકાંઠાના ભીલડી ખાતે યોજાયેલી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જાહેરસભામાં ખિમાણા ગામની દીકરી સીમા પરમાર પોતાના હાથે બનાવેલું સ્કેચ લઈને પહોંચી હતી. સભા દરમિયાન વડાપ્રધાનની નજર આ દીકરી પર પડતાં તેમણે સ્ટેજ પરથી જ સ્કેચ મંગાવી લીધો હતો. વડાપ્રધાન દ્વારા પોતે બનાવેલું ચિત્ર સ્વીકારવામાં આવતાં દીકરીની ખુશીનો પાર રહ્યો નહોતો અને આખી સભામાં આ ઘટના આકર્ષણનું કેન્દ્ર બની હતી. છ મહિનાનું સપનું આખરે સાકાર થયું સીમા પરમાર છેલ્લા છ મહિનાથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પોતાના હાથે તૈયાર કરેલું સ્કેચ ભેટ આપવાનું સપનું જોઈ રહી હતી. આ સપનું પૂરું કરવા માટે તે સવારથી જ સ્કેચ લઈને સભાસ્થળે આવી પહોંચી હતી. વડાપ્રધાન પ્રત્યેનું આદર અને પોતાની કળા રજૂ કરવાની આતુરતા બાદ આખરે વડાપ્રધાને તેની નોંધ લેતાં છ મહિનાથી મનમાં સેવેલી ઈચ્છા સફળતાપૂર્વક પૂર્ણ થઈ હતી. બનાસકાંઠાની દીકરી માટે યાદગાર ક્ષણ ખિમાણા ગામની આ દીકરીએ પોતાની કળાના માધ્યમથી વડાપ્રધાન પ્રત્યેનું સન્માન વ્યક્ત કર્યું હતું. સભામાં હાજર હજારો લોકોની ઉપસ્થિતિ વચ્ચે વડાપ્રધાને જાતે સ્કેચ મંગાવીને તેનો સ્વીકાર કર્યો તે ઘટના સીમા પરમાર માટે જીવનભર સ્મરણમાં રહી જાય તેવી યાદગાર બની ગઈ હતી. સ્થાનિક લોકોએ પણ આ દીકરીની કળા અને સમર્પણની ભારે પ્રશંસા કરી હતી.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan