crime
'એ મસાલો બનાવ' કહી દારૂના નશામાં યુવકની ગાળાગાળી:બેફામ સ્પીડમાં સ્કોડા કાર દોડાવીને ડીવાઈડર સાથે અથડાવી, સિંધુ ભવન રોડ પર રીચી રીચ પાન પાર્લરમાં ધમાલ મચાવી
અમદાવાદમાં સિંધુભવન રોડ પર મોડી રાત્રે યુવકે પાન પાર્લરમાં દારૂના નશામાં ધમાલ મચાવી હતી. રીચી રીચ પાન પાર્લરના સ્ટાફ સાથે સાણંદના પ્રકાશ સિંહ પરમારે 'એ મસાલો બનાવ તને કીધું ને' એવું કહીને ગાળાગાળી કરી હતી. એટલું જ નહીં પાન પાર્લરની બહાર રોડ પર બેફામ સ્પીડમાં ગાડી દોડાવીને ડીવાઈડર સાથે અથડાવી દીધી હતી. આ મામલે પોલીસે દારૂ પીવાનો, ધાક-ધમકી અને ઝઘડાની ફરિયાદ પણ નોંધવામાં આવી છે. પાર્લરમાં યુવકે ગાળાગાળી કરી ધમાલ મચાવી બોપલમાં રહેતા ભાવિકભાઈ ગજ્જર શહેરના સિંધુભવન રોડ પર તાજ સ્કાય લાઈન હોટલ પાસે રીચી રીચ નામનું પાન પાર્લર ધરાવે છે. 12 ઓગસ્ટે રાત્રે 11 વાગ્યે ભાવિકભાઈ તેમના ઘરે હતા ત્યારે તેમના સ્ટાફના કર્મચારી રઘુવીરનો ફોન આવ્યો કે, કોઈ અજાણ્યો વ્યક્તિ પાર્લરમાં આવી ગાળાગાળી કરી રહ્યો છે. પાર્લરમાં આવેલા ગ્રાહક સાથે પણ બોલાચાલી કરી ભાવિકભાઈ તાત્કાલિક પાન પાર્લર પર પહોંચ્યા હતા. ત્યારે પાર્લર બહાર સફેદ કલરની સ્કોડા ગાડીમાં એક વ્યક્તિ બેઠો હતો. તેને સવાલ કર્યો કે, કેમ મારા સ્ટાફ સાથે ઝઘડો કરો છો. ત્યારે પ્રકાશસિંહ ઉશ્કેરાઈ ગયો. એટલું જ નહીં પાર્લરમાં ગ્રાહક તરીકે આવેલા દિવ્યરાજસિંહ ગોહિલ પણ ત્યાં પહોંચ્યા હતા. આ સમયે દિવ્યરાજસિંહે રિવર્સ લો એવું કહેતા તેની સાથે પણ બોલાચાલી કરી હતી. દિવ્યરાજસિંહને ફેટ પણ મારી અને એ સાથે જ ગાડી બેફામ રીતે ભગાવી હતી. જેમાં એક યુવક અડફેટે આવતા માંડ બચ્યો હતો. 'તારું રીચી રીચ પાન પાર્લર તોડી નાખીશ' આ પહેલા પાન પાર્લરમાં મોબાઈલ ફોન ઉપર કોઈ વ્યક્તિનો ફોન આવ્યો હતો અને કહ્યું હતું કે, ગાડીમાં જે વ્યક્તિ બેઠો છે તે મારો ઓળખી તો છે તેની સાથે વાત કરાવો. જેથી તેમનો મોબાઇલ ફોન આપતા ફોન ફેંકીને જાનથી મારી નાખવાની ધમકી આપતા કહ્યું કે, તારું રીચી રીચ પાન પાર્લર તોડી નાંખીશં અને ક્યારેય ખુલવા નહી દઉં. પોલીસને ગાડીમાં બિયરના ટીન મળ્યા આ સમગ્ર મુદ્દે પોલીસને જાણ કરતા સરખેજ પોલીસની ગાડી સ્થળ ઉપર પહોંચી હતી. ત્યારે ત્યાં તપાસ કરતા ગાડીમાંથી પોલીસને બિયરના બે ટીન મળી આવ્યા હતા. અજાણ્યા વ્યક્તિએ પોતાની ગાડી ડિવાઈડર સાથે અથડાઈ હોવાથી તેને ઈજા થતાં બોપલની હોસ્પિટલમાં લઈ ગયા હતા. પોલીસ હોસ્પિટલમાં પહોંચી તેનું નામ પૂછતા પ્રકાશસિંહ પરમાર (રહે. ભવનાથપાર્ક, સાણંદ) હોવાનું જણાવ્યું હતું. અને દારૂ પીધેલી હાલતમાં મળી આવ્યો હતા. આરોપી પ્રકાશ સામે બે અલગ અલગ ફરિયાદ જેથી પોલીસે દારૂ પીવાનો ગુનો નોંધ્યો હતો. જ્યારે ભાવિક ગજ્જરની ફરિયાદના આધારે ધાક-ધમકી અને ઝઘડાની ફરિયાદ પણ નોંધવામાં આવી છે. રીચી રીચ પાર્લરના માલિક ભાવિક ગજ્જરે દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, મારા પાર્લર ઉપર એક વ્યક્તિએ સ્ટાફને ગાળો બોલી અને મસાલો બનાવ તને કીધુંને એવી રીતે વાત કરી અને ગાળા ગાળી કરી હતી. જે વ્યક્તિ સામે સરખેજ પોલીસ સ્ટેશનમાં રાત્રે 12 વાગ્યે ફરિયાદ કરવા ગયા હતા અને સવારે પોલીસે અમારી ફરિયાદ લીધી હતી.
Read full article on Divya Bhaskar