top
પ્રભારી મંત્રી દર્શનાબેન વાઘેલાએ સ્વદેશી મેળાની મુલાકાત લીધી:સુરેન્દ્રનગરમાં વિવિધ સ્ટોલ જોયા, ઉત્પાદનોની જાણકારી મેળવી,સ્ટોલધારકોના પ્રયાસોને બિરદાવ્યા
રાજ્યના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના મંત્રી તથા સુરેન્દ્રનગર જિલ્લાના પ્રભારી મંત્રી દર્શનાબેન વાઘેલાએ સુરેન્દ્રનગરની મુલાકાત દરમિયાન મેળાના મેદાનમાં યોજાયેલા સ્વદેશી મેળાની મુલાકાત લીધી હતી. તેમણે મેળામાં આવેલા વિવિધ સ્ટોલ જોયા અને સ્ટોલધારકો સાથે વાત કરી. મંત્રીએ સ્વદેશી ઉત્પાદનો વિશે જાણકારી મેળવી હતી. દર્શનાબેન વાઘેલાએ સ્થાનિક કારીગરો અને ઉત્પાદકોના પ્રયાસોને બિરદાવ્યા હતા. સ્વદેશી વસ્તુઓના ઉત્પાદન દ્વારા આત્મનિર્ભરતા તરફ આગળ વધવા બદલ તેમણે સ્ટોલધારકોનો ઉત્સાહ વધાર્યો હતો. આ મુલાકાતમાં મેયર રાકેશભાઈ રાઠોડ, ડેપ્યુટી મેયર સ્મિતાબેન રાવલ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન નિખિલભાઈ ચાંપાનેરી, અગ્રણી હાર્દિકભાઈ ટમાલીયા, જિલ્લા કલેક્ટર જી.એચ. સોલંકી અને મ્યુનિસિપલ કમિશનર જે.કે. જાદવ હાજર રહ્યા હતા.
Read full article on Divya Bhaskar