Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Carpooling Pricing Register Free
crime

રોડ પર ફટાકડાની લારીઓ બાબતે અસમંજસ:શહેરમાં લાયસન્સ વિના ફટાકડાનું વેચાણ કરી શકાશે નહીં, ફાયર અને પોલીસ દ્વારા ચેકિંગ કરાશે

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 October 28, 2026 👁 1 views
રોડ પર ફટાકડાની લારીઓ બાબતે અસમંજસ:શહેરમાં લાયસન્સ વિના ફટાકડાનું વેચાણ કરી શકાશે નહીં, ફાયર અને પોલીસ દ્વારા ચેકિંગ કરાશે
દિવાળીના તહેવારમાં રોડ પર ફટાકડાના વેચાણ માટે કાપડના મંડપ અથવા સ્ટોલ ઊભા કરવા માટે ફાયર વિભાગ દ્વારા કોઈ પરવાનગી આપવામાં આવતી નથી. જો હંગામી ધોરણે ફટાકડાનો સ્ટોલ ઉભો કરવો હોય તો પતરાના શેડ અને ફાયર સેફ્ટીના સાધનો વસાવીને ફાયર વિભાગ પાસે NOC મેળવવાની રહેશે, જે બાદ જ પોલીસ વિભાગ તેને મંજૂરી આપશે. રોડ ઉપર લારીઓવાળાના ફટાકડાના વેચાણને લઈને પોલીસ દ્વારા હંગામી લાઇસન્સ આપવા માટે જણાવાયું છે, પરંતુ ફાયર વિભાગ તરફથી રોડ પર લારીઓમાં ફટાકડાનું વેચાણ કરનારાઓને કોઈ મંજૂરી આપવામાં આવતી નથી, જેથી આ બાબતે પોલીસ અને ફાયર વિભાગ વચ્ચે વિરોધાભાસી નીતિ સામે આવી છે. નિયમોના ઉલ્લંઘન બદલ 9 કાયમી લાયસન્સ રદ, 7 મૌકૂફ પોલીસ વિભાગના લાયસન્સ બ્રાન્ચ તરફથી શહેરમાં કાયમી ધોરણે ફટાકડા વેચાણ કરતા 145 દુકાનદારો પૈકી નિયમોનું ઉલ્લંઘન કરનારા 9 એકમોના લાયસન્સ રદ કરી 7 મૌકૂફ કરાયા છે. જ્યારે નિર્ધારિત બાંધકામના નિયમો ન જાળવનારા 17 વેપારીઓને કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી છે. તહેવારો દરમિયાન હંગામી ધોરણે સ્ટોલ કે વેચાણ માટે અત્યાર સુધીમાં મળેલી 96 અરજીઓ પૈકી યોગ્ય અભિપ્રાય ધરાવતી 14 અરજીઓને તાકીદે મંજૂરી આપી દેવામાં આવી છે. રામોલ ફેક્ટરી દુર્ઘટના બાદ શહેરમાં ફટાકડા બનાવવાની એક પણ મંજૂરી નથી સંયુક્ત પોલીસ કમિશનર (લાયસન્સ બ્રાન્ચ) અશ્વિન ચૌહાણ દ્વારા જણાવાયું હતું કે, તાજેતરમાં રામોલ વિસ્તારમાં ફટાકડાની ફેક્ટરીમાં બનેલી દુર્ઘટના બાદ રામોલ વિસ્તારમાં 6 જેટલા એકમોના લાયસન્સ રદ કરવામાં આવ્યા છે. આ 6 પૈકી 4 એકમોના લાયસન્સ કાયમી ધોરણે રદ કરી દેવાયા છે અને 2 એકમોના પરવાના મોકૂફ કરાયા છે. શહેરમાં ફટાકડા ઉત્પાદન કરવાની એક પણ મંજૂરી અસ્તિત્વમાં નથી. શહેરમાં કુલ 145 કાયમી વેચાણ પરવાનામાંથી 105 લાયસન્સ રિન્યૂ કરાયા છે, જ્યારે 9 લાયસન્સ રદ અને 7 મૌકૂફ રખાયા છે. બાકી રહેલા 24 પૈકી ફાયર બ્રિગેડ સહિતની વિવિધ એજન્સીઓના અભિપ્રાય હેઠળ 7 પરવાનાની પ્રક્રિયા ચાલુ છે, જ્યારે નિયમ અનુસારનું બાંધકામ ન હોવાનું સામે આવતાં 17 દુકાનદારોને લાયસન્સ રદ કરવા અંગે નોટિસ અપાઈ છે. હંગામી લાયસન્સ માટે બે દુકાનો વચ્ચે 15 મીટરનું અંતર ફરજિયાત 30 દિવસની મુદત માટે અપાતા હંગામી લાયસન્સ માટે અત્યાર સુધીમાં 96 અરજીઓ આવી છે, જેમાંથી સંબંધિત પોલીસ મથકોના હકારાત્મક અભિપ્રાય આવતાં 14 લાયસન્સ મંજૂર કરાયા છે. બાકીની અરજીઓ તેમજ મંગળવારે આવેલી નવી 3 અરજીઓ અંગે સ્થાનિક પોલીસ સ્ટેશનનો રિપોર્ટ આવ્યા બાદ ત્વરિત નિર્ણય લેવાશે. એક ફટાકડાની દુકાનથી બીજી ફટાકડાની દુકાન વચ્ચે ઓછામાં ઓછું 15 મીટરનું અંતર હોવું જરૂરી છે. જૂના આપેલા લાયસન્સ રિન્યુ થાય છે પરંતુ, નવા લાયસન્સ આપતી વખતે ખૂબ જ તકેદારી રાખવામાં આવી રહી છે. શહેરના તમામ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરોને લાયસન્સ વગર ગેરકાયદે વેચાણ ન થાય તે માટે વારંવાર ચકાસણી કરવા અને સૂચનાઓનું પાલન કરાવવા આદેશ અપાયા છે. કાચા મંડપો અને લારીઓ હટાવાશે ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર મિથુન મિસ્ત્રીએ જણાવ્યું હતું કે, રોડ ઉપર ફટાકડાના વેચાણ માટે લારીઓ અથવા કાચા મંડપ ઊભા કરવામાં આવશે તો તેને તાત્કાલિક દૂર કરવામાં આવનાર છે. દિવાળી પહેલાં ફાયર વિભાગ રાત્રે શહેરના અલગ-અલગ વિસ્તારોમાં ફરી આવા ગેરકાયદે સ્ટોલને દૂર કરશે. હંગામી ધોરણે ફટાકડાના સ્ટોલ ઉભા કરવા માટે પતરાના શેડ અને ફાયર વિભાગના નિયમો મુજબ સેફ્ટીના પૂરતા સાધનો હોવા ફરજિયાત છે, જેના આધારે જ ફાયર વિભાગ દ્વારા એનઓસી આપવામાં આવશે. સેફ્ટી સાધનોની ચકાસણી બાદ જ પોલીસ ભલામણ પર અપાશે ફાયર NOC ફટાકડાની દુકાનો અને ઉત્પાદનકર્તાઓ માટે લાયસન્સ પોલીસ વિભાગ અને કલેક્ટર તરફથી આપવામાં આવતા હોય છે ત્યારે ચીફ ફાયર ઓફિસરને પોલીસ તરફથી પત્ર લખીને લાયસન્સ રિન્યૂ કરવા આવેલી અરજીઓની જાણ કરી અભિપ્રાય મંગાય છે. જેના આધારે ડેપ્યુટી ચીફ ઓફિસર અને ડિવિઝનલ ઓફિસર દ્વારા સ્થળ તપાસ કરવામાં આવે છે અને તમામ ફાયર સેફ્ટીના સાધનો કાર્યરત છે કે નહીં તે ચકાસી અભિપ્રાય અપાય છે. પોલીસ વિભાગના લાયસન્સ બ્રાન્ચ તરફથી જે દુકાનો કે હંગામી સ્ટોલ માટે સત્તાવાર અભિપ્રાય મંગાશે તેમને જ ફાયર એનઓસી અપાશે. દરેક 5 દુકાન વચ્ચે જગ્યા છોડવી પડશે રોડ ઉપર જે લારીઓ અને કાચા મંડપમાં ફટાકડાનું વેચાણ થાય છે તેને હટાવવા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર (ફાયર વિભાગ) દ્વારા સ્પષ્ટ સૂચનાઓ અપાઈ છે, જેથી દિવાળીના દિવસો દરમિયાન ફાયરની ટીમ સતત ચેકિંગ હાથ ધરશે. હંગામી સ્ટ્રક્ચર માટે ફરજિયાત પતરાનો શેડ અને દીવાલ કરવાની રહેશે. તમામ ફાયર સેફ્ટીના સાધનો સજ્જ રાખવાના રહેશે અને દરેક પાંચ દુકાન પછી પૂરતી ખુલ્લી જગ્યા રાખવાની રહેશે. જો કોઈ મોટું ફટાકડાનું બજાર હોય તો તેઓ નિયત ચાર્જ ભરીને સ્થળ પર ફાયર ફાઈટર વાહનની વ્યવસ્થા પણ મેળવી શકશે.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan