Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
top

ભાજપ પ્રભારી તરુણ ચુગ ગુજરાત પ્રવાસે, ગાંધીનગર ટાઉનહોલમાં મંથન:મોદીના જન્મદિવસની ઉજવણીને લઈને એક મહિના સુધી કાર્યક્રમો, સંગઠનની તૈયારીઓ શરૂ

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 September 1, 2026 👁 5 views
ભાજપ પ્રભારી તરુણ ચુગ ગુજરાત પ્રવાસે, ગાંધીનગર ટાઉનહોલમાં મંથન:મોદીના જન્મદિવસની ઉજવણીને લઈને એક મહિના સુધી કાર્યક્રમો, સંગઠનની તૈયારીઓ શરૂ
ભાજપે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણીને લઈને રાજ્યવ્યાપી કાર્યક્રમોનું આયોજન કર્યું છે. ભાજપ પ્રભારી બે દિવસના ગુજરાત પ્રવાસે છે ત્યારે ગાંધીનગર ટાઉનહોલ ખાતે મહત્વની બેઠક યોજાશે. આ બેઠકમાં ભાજપના તમામ ધારાસભ્યો, મંત્રીઓ અને સાંસદોને ફરજિયાત હાજર રહેવા સૂચના આપવામાં આવી છે. પ્રદેશ કાર્યાલય તરફથી તમામને સવારે 9:30 કલાકે ટાઉનહોલ ખાતે પહોંચવા જણાવાયું છે. PM મોદીના જન્મદિવસ નિમિતે એક મહિના સુધી કાર્યક્રમો 17 સપ્ટેમ્બરથી 16 ઓક્ટોબર સુધી ‘સેવા સંકલ્પ’ના નેજા હેઠળ સમગ્ર ગુજરાતમાં વિવિધ સેવાકીય અને જનહિતલક્ષી કાર્યક્રમો યોજવાની તૈયારી છે. ગુજરાતના તમામ જિલ્લા, તાલુકા અને શહેરોમાં PM મોદીના જન્મદિવસ નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. આ દરમિયાન સમાજના વિવિધ વર્ગોને લાભ થાય તેવા સેવાકીય કાર્યક્રમો હાથ ધરવામાં આવશે. મંત્રીઓ-સાંસદોને ઝોન પ્રમાણે જવાબદારી આ સમગ્ર અભિયાનને સફળ બનાવવા ભાજપ સંગઠન દ્વારા મંત્રીઓ અને સાંસદોને પણ અલગ-અલગ જવાબદારી સોંપવામાં આવશે. મંત્રીઓ અને સાંસદોને ઝોન પ્રમાણે કાર્યક્રમોની જવાબદારી આપીને સ્થાનિક સંગઠન સાથે સંકલન કરવાની સૂચના આપવામાં આવશે. જિલ્લા, તાલુકા અને શહેર સ્તરે સંગઠનના આગેવાનો સાથે મળીને કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. ભાજપ સંગઠને તૈયારીઓ શરૂ કરી PM મોદીના જન્મદિવસથી શરૂ થનારા આ સેવા અભિયાનને રાજ્યભરમાં વ્યાપક બનાવવાની ભાજપની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આગામી બેઠકમાં કાર્યક્રમોની રૂપરેખા, નેતાઓની જવાબદારી અને વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ અંગે માર્ગદર્શન આપવામાં આવે તેવી શક્યતા છે. સમગ્ર રાજ્યમાં એક મહિના સુધી ‘સેવા સંકલ્પ’ અંતર્ગત જનહિતલક્ષી કાર્યક્રમો યોજીને PM મોદીના જન્મદિવસની ઉજવણી કરવાનો ભાજપનો આયોજન છે.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan