crime
ગેરકાયદેસર ગોંધી રાખીને માર માર્યાનો આક્ષેપ કરતી રજૂઆત કરી:ગોધરા પૂર્વ વન વિભાગ દ્વારા લાકડા ચોરીનો ગુનો નોંધાયા બાદ ઇસમોએ માર માર્યાના આક્ષેપો કર્યા
ગોધરાના ચંચેલાવ પાસે વાનમાં ખેરના લાકડા ભરી જતા ગોધરા પૂર્વ વન વિભાગના અધિકારી દ્વારા ગાડીને ઉભી રાખી હતી. ગાડીમાં ખેરના લાકડાની પાસ પરમીટની માગણી કરતા વાનમાં હાજર ઇસમોએ પરમિટ આપી ન હતી. વન વિભાગના અધિકારીએ લાકડાં ભરેલી ગાડી સાથે ઇસમોને રાત્રે પકડી પાડ્યા હતા.વન વિભાગે જંગલમાંથી ખેરના લાકડી કટીંગ કરીને ચોરી કરીને જતા પકડાઇ ગયા હોવાનો ગુનો નોંધીને કાર્યવાહી કરી હતી. પોલીસ દ્વારા ઇમ્તીયાઝ મોહંમદ હનીફ કલંદર, યાસીન હારુન કલંદર તથા જગેશભાઇ ફતાભાઇ નાયકને ગોધરા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે સોમવારે મોડી સાંજે લઇને ફોરેસ્ટ વિભાગના અધિકારી આવ્યા હતા. જયારે સામે સારા ઇમ્તીયાઝ કલંદર તથા તેઓની સાથેના ઓએ આક્ષેપ કર્યો કે 31 ઓકટોબર શનિવારની મોડી રાત્રે વાહન લઇને આવતા તેઓને વન વિભાગના અધિકારીઓએ પકડી કોલીયારી ગોડાઉન પૂર્વમાં લઇ ગયા હતા. તેઓને મારમાર્યાનો આક્ષેપ કર્યો હતો. 24 કલાકમાં કોર્ટમાં રજૂ કરવાના બદલે વન વિભાગના પૂર્વ વિભાગના અધિકારીએ ગેરકાયદેસર રીતે ગોંધી રાખી અસહ્ય માર મારવામાં આવ્યો હોવાનો આક્ષેપ કર્યો હતો. પૂર્વ વિભાગની કચેરી ખાતે 3 સામે ખેરના લાકડાની ગેરકાયદેસર હેરાફેરી કર્યાનો ગુનો નોંધીને કાર્યવાહી કરી હતી. ત્રણેવ જણ સામે કાર્યવાહી કરીને વન વિભાગે મુક્ત કર્યા હતા. પરંતુ તેઓના પરિવારજનોએ તેઓનો કબજો લેતા ન હતા.જેથી વન વિભાગે પોલીસને લેખિત જાણ કરી હોવાનું વન વિભાગના અધિકારીએ જણાવ્યું છે. જરૂરી કાર્યવાહી કરીને 3ને મુક્ત કર્યા હતા વાનમાં જંગલમાંથી કટિંગ કરીને ખેરના લાકડા ભરીને જતા 3ને પકડીને ગુનો નોંધીને કાર્યવાહી કરી હતી. તેઓને મારમાર્યાનો આક્ષેપ ખોટો છે. જરૂરી કાર્યવાહી કરીને તેઓને મુક્ત કર્યા હતા. પણ તેઓના પરિવારજનો તેઓનો કબજો લેતા ના હોવાથી પોલીસને લેખિત જાણ કરી છે. > એસ.ડી. ભરવાડ, આરએફઓ, ગોધરા પૂર્વ વિભાગ
Read full article on Divya Bhaskar