Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
politics

સાબરકાંઠા કલેક્ટરના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન બેઠક:ધારાસભ્યોએ માર્ગ, શિક્ષણ, આરોગ્ય સહિતના પ્રશ્નો રજૂ કર્યા

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 August 20, 2026 👁 7 views
સાબરકાંઠા કલેક્ટરના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન બેઠક:ધારાસભ્યોએ માર્ગ, શિક્ષણ, આરોગ્ય સહિતના પ્રશ્નો રજૂ કર્યા
હિંમતનગરમાં કલેક્ટર કચેરી ખાતે સાબરકાંઠા જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ હતી. જિલ્લા કલેક્ટર લલિત નારાયણ સિંઘ સાંદુના અધ્યક્ષસ્થાને મળેલી આ બેઠકમાં પ્રજાલક્ષી પ્રશ્નોના ઝડપી અને સંતોષકારક ઉકેલ માટે ચર્ચા કરવામાં આવી હતી. કલેક્ટરે તમામ અધિકારીઓને ખંતથી અને જવાબદારીપૂર્વક કામ કરવા સૂચના આપી હતી. આ બેઠકમાં હિંમતનગરના ધારાસભ્ય વી. ડી. ઝાલાએ તેમના વિસ્તારના વિવિધ પ્રશ્નો રજૂ કર્યા હતા. જેમાં જન્મ-મરણના દાખલા, બ્રિજની કામગીરી, મોતીપુરા ત્રણ રસ્તાથી ખેડ તસિયા રોડને આઈકોનિક રોડ બનાવવો, કાંકણોલથી સહકારી જીન રોડ, હિંમતનગર તાલુકામાં માધ્યમિક શાળાઓની જમીન-મકાન, અને ઇલોલ ખાતે આયુર્વેદ હોસ્પિટલના મકાન-જમીન સંબંધિત મુદ્દાઓનો સમાવેશ થાય છે. સંબંધિત અધિકારીઓએ આ પ્રશ્નોના જવાબો આપ્યા હતા. ધારાસભ્યએ મોતીપુરા-ખેડ તસિયા રોડની જવાબદારી અને કામગીરી, મેડી ટીંબા ખાતે સરકારી માધ્યમિક શાળા, હિંમતનગર-નાદરી-પેથાપુર-હાપા બસ સેવા, ₹300ના સ્ટેમ્પ સંબંધિત પ્રશ્નો, જન્મ-મરણના જૂના દાખલાઓમાં સુધારા, ઇલોલ ખાતે આયુર્વેદિક દવાખાનું અને તાલુકા આયોજન સમિતિના કામોને સરળ બનાવવા જેવા મુદ્દાઓ પર પણ ચર્ચા કરી હતી. તેમણે માર્ગ-મકાન, શિક્ષણ, પરિવહન, આરોગ્ય અને નાગરિક સુવિધાઓ સંબંધિત પ્રશ્નોના ઝડપી નિરાકરણ અને જનતાને વધુ સારી સુવિધાઓ મળે તે માટે તંત્રને અસરકારક કાર્યવાહી કરવા રજૂઆત કરી હતી. ઇડરના ધારાસભ્ય રમણલાલ વોરાએ ઇડર સ્ટેટ હાઇવે, ગ્રામ્ય અને સ્ટેટ હાઇવે પર જંગલ કટિંગ, 'નલ સે જલ' યોજના, તેમજ ભાદરવી પૂનમના વિસામા માટે સરકારે ફાળવેલી જગ્યાઓ પરના દબાણ દૂર કરવા સહિતના પ્રશ્નો રજૂ કર્યા હતા. બેઠકના બીજા ભાગમાં સરકારી કચેરીઓના આંતરિક પ્રશ્નો અને નિવૃત્ત થતા કર્મચારીઓના પેન્શન કેસોનો સમયસર નિકાલ કરવા અંગે સમીક્ષા કરવામાં આવી હતી. આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ રીનાબેન પટેલ, જિલ્લા વિકાસ અધિકારી એચ. પી. પટેલ, જિલ્લા પોલીસ વડા ડૉ. પાર્થરાજ સિંહ ગોહિલ, નિવાસી અધિક કલેક્ટર કિષ્ના વાઘેલા, પ્રાયોજના વહીવટદાર વિશાલ સક્સેના, ગ્રામ વિકાસ એજન્સી નિયામક કે.પી. પાટીદાર, પ્રાંત અધિકારીઓ સહિત જિલ્લાના તમામ અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan