crime
દંતેશ્વરના બજરંગ નગરમાં યુવકે ગળેફાંસો ખાધો:આપઘાતનું કારણ અકબંધ, પોલીસે મૃતદેહનો કબ્જો લઈ તપાસ શરૂ કરી
વડોદરા શહેરના દંતેશ્વર વિસ્તારમાં બજરંગ નગરમાં એક યુવકે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવી લેતા ચકચાર મચી છે. આ બનાવને લઈ આસપાસના વિસ્તારના લોકો એકઠા થઈ ગયા હતા. આ મામલાની જાણ પોલીસને થતા તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. મૂળ છોટાઉદેપુરના ઓલીઆંબા ગામના રહેવાસી 37 વર્ષીય શૈલેષ રાઠવા છેલ્લા દોઢથી બે મહિનાથી દંતેશ્વર વિસ્તારમાં આવેલા બજરંગ નગર ખાતે રહેતા હતા. તેઓ થોડા સમય પહેલાં જ અહીંયા આવ્યા હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે. તેઓને પરિવારમાં પત્ની અને બે સંતાનો હોવાનું જાણવા મળ્યું છે. શૈલેષ મકાનના ઉપરના માળે એકલા હતા. નીચે રહેતા તેમના સાળા દ્વારા જમવાનું આપવા જતાં તેઓ ગળેફાંસો ખાધેલી હાલતમાં જોવા મળ્યા હતા. ઘટનાની જાણ પોલીસને કરવામાં આવતા સ્થાનિક પોલીસ સ્ટાફ સ્થળ પર પહોંચ્યો હતો. ત્યારબાદ મૃતદેહને નીચે ઉતારી પોસ્ટમોર્ટમ સહિતની આગળની કાર્યવાહી માટે એસએસજી હોસ્પિટલ ખાતે મોકલવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી. આપઘાતનું કારણ હજુ સુધી અકબંધ હાલમાં યુવકે શા માટે આપઘાત કર્યો છે તે અંગેનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી. આ મામલે પોલીસે મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ અંગેની કાર્યવાહી શરૂ કરી છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
Read full article on Divya Bhaskar