crime
પેટ્રોલ પંપ પર દીપડાની લટાર!
ભાવનગર જિલ્લાના જેસરના મોરચુપણા ગામ નજીક આવેલા પેટ્રોલ પંપ પર મોડી રાત્રે અચાનક દીપડો આવી ચડતા સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. પેટ્રોલ પંપ પર દીપડાની લટારના દૃશ્યો ત્યાં લગાવવામાં આવેલા CCTV કેમેરામાં કેદ થયા છે. દીપડો પેટ્રોલ પંપ પર આંટા મારતો જોવા મળ્યો હતો, જેના પગલે લોકોમાં ફફડાટ ફેલાયો હતો. હાલ દીપડાની લટારના CCTV દૃશ્યો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે.
Read full article on News18 Gujarati