Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
politics

લોકોની પરેશાની વચ્ચે વિકાસ કાર્યોના વાજા વગાડતા પદાધિકારીઓ:અઢી ઇંચ વરસાદે મહાનગરપાલિકાની કામગીરીની પોલ ખોલી,વિપક્ષે કહ્યું નરસૈયાની નગરી ને પદાધિકારીઓએ નરક નગરી બનાવી દીધી,સાર્વજનિક પ્લોટોમાં પેવર બ્લોક નાખી કરોડોનો ભ્રષ્ટાચાર

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 September 21, 2026 👁 1 views
લોકોની પરેશાની વચ્ચે વિકાસ કાર્યોના વાજા વગાડતા પદાધિકારીઓ:અઢી ઇંચ વરસાદે મહાનગરપાલિકાની કામગીરીની પોલ ખોલી,વિપક્ષે કહ્યું નરસૈયાની નગરી ને પદાધિકારીઓએ નરક નગરી બનાવી દીધી,સાર્વજનિક પ્લોટોમાં પેવર બ્લોક નાખી કરોડોનો ભ્રષ્ટાચાર
​જૂનાગઢ શહેરના મુખ્ય રસ્તાઓ પર હાલ ખાડાઓનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે, જેના કારણે સ્થાનિક નાગરિકો અને વાહનચાલકો અત્યંત હેરાન પરેશાન થઈ રહ્યા છે. થોડા સમય પહેલાં પડેલા માત્ર અઢી ઇંચ વરસાદે જૂનાગઢ મહાનગરપાલિકાની પ્રી-મોન્સૂન કામગીરી અને ગુણવત્તાની પોલ છતી કરી દીધી છે. દિવ્ય ભાસ્કરની ટીમે ગ્રાઉન્ડ રિપોર્ટ પર જઈને સ્થિતિનો તાગ મેળવ્યો ત્યારે જાણવા મળ્યું કે શહેરની અનેક સોસાયટીઓ અને મુખ્ય રસ્તાઓની હાલત અત્યંત બિસ્માર થઈ ગઈ છે. સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે પ્રશાસન દ્વારા રોડ, રસ્તા, પાણી અને ગટર જેવી પ્રાથમિક સુવિધાઓ આપવાને બદલે ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો છે. નબળી નેતાગીરી અને ભ્રષ્ટાચારી પદાધિકારીઓને કારણે વિખ્યાત નરસૈયાની નગરી આજે નરકનગરીમાં ફેરવાઈ ગઈ હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. લોકો વારંવાર આવેદનપત્રો આપીને અને ધાણા પ્રદર્શન કરીને રજૂઆતો કરે છે, છતાં પણ પરિણામ શૂન્ય આવે છે. અધિકારીઓ અને પદાધિકારીઓ એસી ચેમ્બરમાં બેસીને કરોડો રૂપિયાના બીલો મંજૂર કરી રહ્યા છે. ​શહેરમાં મોતીબાગથી કાળવા ચોક, ભવનાથ તરફ જતો રસ્તો, મજેવડી ગેટથી ભરડા વાવ, ગિરનાર દરવાજા, જયશ્રી રોડ અને બસ સ્ટેન્ડ તરફ જતા તમામ મુખ્ય માર્ગો પર ખાડાઓની વણઝાર જોવા મળે છે. વહિવટી તંત્રે ખાડા પૂરવા માટે માત્ર રેતી અને મોટી કપચી નાખી દેતા વાહનો સ્લિપ થવાથી અકસ્માતો વધી રહ્યા છે. પેચ વર્ક કરેલા રસ્તાઓ પણ પ્રથમ વરસાદમાં જ ધોવાઈ ગયા છે. આ સિવાય બસ સ્ટેન્ડ નજીકની સોસાયટીઓમાં ગટરો ઉભરાવાની સમસ્યા પણ સામે આવી છે. લોકોનો આરોપ છે કે મુખ્ય રસ્તાઓ બનાવવાને બદલે પદાધિકારીઓ પોતાની મનપસંદ સોસાયટીઓના સાર્વજનિક પ્લોટોમાં પેવર બ્લોક નાખીને કરોડો રૂપિયાનો ખર્ચ કરી ભ્રષ્ટાચાર આચરી રહ્યા છે. પરિણામે નાના બાળકોને શાળાએ મૂકવા જતા વાલીઓ, દર્દીઓ અને દૈનિક અવરજવર કરતા નાગરિકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. ​સ્થાનિક ઓટો રિક્ષા ચાલક ઈમરાન ભાઈએ જણાવ્યું હતું કે જૂનાગઢ નગરપાલિકા કે પ્રશાસન દ્વારા રોડ-રસ્તાઓનું વહેલી તકે સમારકામ કરવામાં આવે તે જરૂરી છે. રસ્તાઓ ખરાબ હોવાના કારણે રિક્ષા ચાલકો અને ડ્રાઇવિંગ લાઇન સાથે જોડાયેલા લોકોને ભારે આર્થિક નુકસાન થાય છે, કારણ કે ગાડી રોજના ખાડાઓ ખાતી હોવાથી બેરિંગ અને ટાયરનો ખર્ચ વારંવાર આવી જાય છે. આ ઉપરાંત રિક્ષામાં બેસતા પેસેન્જરો પણ કમર અને પગના દુખાવાની ફરિયાદો કરે છે. જૂનાગઢ બહારથી આવતા પ્રવાસીઓ પણ પ્રશ્ન કરે છે કે તમારા શહેરના રસ્તા કેમ આવા છે. રસ્તાઓની આવી ખરાબ સ્થિતિ જોઈને પ્રશાસનની કામગીરી સામે ભ્રષ્ટાચારના મોટા સવાલો ઉભા થાય છે. ​સ્થાનિક મહિલા મુસાફર ગીતાબેને જણાવ્યું હતું કે રિક્ષા કે અન્ય વાહનમાં મુસાફરી કરતી વખતે ખરાબ રસ્તાઓના કારણે ખૂબ જ આંચકા લાગે છે, જેનાથી નાના બાળકો સાથે મુસાફરી કરવામાં બહુ તકલીફ પડે છે. સરકાર જો રસ્તાઓ સારા બનાવી દે તો સામાન્ય લોકો માટે ખૂબ સારું રહે. જૂનાગઢમાં દેશ-વિદેશ અને બહારગામથી ઘણા પ્રવાસીઓ આવે છે, તેમના માટે પણ શહેરના રસ્તાઓ સારા હોવા ખૂબ જ જરૂરી છે. ​બીજા એક રિક્ષા ચાલક વિનોદભાઈએ જણાવ્યું હતું કે ખરાબ રસ્તાઓના લીધે રિક્ષા ચલાવતી વખતે સતત ઝટકા વાગે છે અને ભારે હેરાનગતિ થાય છે. સરકાર જો રસ્તાઓ સારા બનાવી આપે તો વાહન ચાલકો અને નાગરિકો બંને માટે સાર્વજનિક હિતમાં રહે, કારણ કે હાલમાં રસ્તાઓની અત્યંત ખરાબ સ્થિતિના કારણે સામાન્ય જનતાને દરરોજ ખૂબ જ તકલીફ પડી રહી છે. જૂનાગઢ મહાનગરપાલિકાના વિપક્ષના નેતા લલિત પરસાણાએ શાસકો પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે નરસૈયાની નગરી તરીકે વિખ્યાત પ્રાચીન નગરી જૂનાગઢને ભાજપ સંચાલિત બોડી અને પદાધિકારીઓએ નર્ક નગરી બનાવી દીધી છે. ઘણા વર્ષોથી શહેરના મુખ્ય રસ્તાઓની હાલત દયનીય છે. દોલતપરાથી સાબલપુર, ગાંધી ચોક, ગિરનાર દરવાજાથી સેજની ટાંકી, ઉપરકોટ, કાળવા ચોકથી ટીમબાવડી, મોતીબાગ અને બિલખા ગેટ તરફ જતા તમામ રસ્તાઓ ભયંકર રીતે ખરાબ છે. મહાનગરપાલિકામાં કમિશન વગર એક પણ કામ મંજૂર થતું નથી. ટાઉન હોલ પાછળ 60 કરોડ રૂપિયાનો ખર્ચ કરી ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે. આ ઉપરાંત નરસિંહ મહેતા સરોવરમાં પાણી પણ ભરી શકતા નથી. જે જગ્યાએ પૈસા નથી વાપરવાના ત્યાં પેવર બ્લોક નાખીને ભ્રષ્ટાચાર કરાય છે. લોકો ટેક્સ ભરે છે પણ પ્રાથમિક સુવિધાઓ મળતી નથી. આગામી સમયમાં નવરાત્રી અને દિવાળી જેવા તહેવારો આવે છે છતાં રસ્તા બનતા નથી. મહાનગરપાલિકા ભ્રષ્ટાચારની પાઠશાળા બની ગઈ છે અને શાસકો સુવિધા આપવામાં સાવ ઝીરો પુરવાર થયા છે. ​આ તમામ ગંભીર આક્ષેપો અને લોકપ્રશ્નો અંગે જૂનાગઢ મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પલ્લવીબેન ઠાકર સાથે વાતચીત કરવામાં આવતા તેમણે બચાવ કરતા જણાવ્યું હતું કે જૂનાગઢ શહેરનો વિકાસ થઈ જ રહ્યો છે. હું પોતે મ્યુનિસિપલ કમિશનર સાથે રસ્તાઓની સ્થિતિ જોવા માટે ઘણી વખત સ્થળ પર જાઉં છું. વરસાદી ઋતુને ધ્યાને રાખીને વહેલી તકે તમામ રોડ-રસ્તાઓનું રિપેરિંગ કામ શરૂ કરી દેવામાં આવશે.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan