Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
top

મકરપુરા પોલીસ સ્ટેશન સામે ‘ડ્રિંક એન્ડ ડ્રાઇવ’:પૂરપાટ ઝડપે જઈ રહેલી બલેનો કાર ડિવાઈડર પર ચડી ગઈ, માંજલપુર પોલીસે આરોપીની ધરપકડ કરી

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 August 29, 2026 👁 2 views
મકરપુરા પોલીસ સ્ટેશન સામે ‘ડ્રિંક એન્ડ ડ્રાઇવ’:પૂરપાટ ઝડપે જઈ રહેલી બલેનો કાર ડિવાઈડર પર ચડી ગઈ, માંજલપુર પોલીસે આરોપીની ધરપકડ કરી
વડોદરા શહેરમાં પોલીસ દ્વારા 'ડ્રિંક એન્ડ ડ્રાઇવ' સામે કડક ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે ત્યારે પોલીસ તંત્રને ખુલ્લો પડકાર ફેંકતો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. મકરપુરા પોલીસ સ્ટેશનની બરાબર સામે જ દારૂના નશામાં ધૂત કારચાલકે પોતાની બલેનો કાર ડિવાઈડર પર ચડાવી દીધી હતી, જેના કારણે કાર જોરદાર પલટી ખાઈ ગઈ હતી. અકસ્માતની જાણ થતાં જ માંજલપુર પોલીસ સ્ટેશનનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો અને નશામાં ચૂર કારચાલક સામે કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરી હતી. મકરપુરા પોલીસ મથક સામે જ બલેનો કાર ડિવાઇડર પર પલટી ગઈ ગત 29 ઓગસ્ટ, 2026ના રોજ બપોરના સમયે બ્લુ કલરની બલેનો કાર લઈને કિશોર મકરપુરા પોલીસ સ્ટેશન સામેના મુખ્ય માર્ગ પરથી પૂરપાટ ઝડપે પસાર થઈ રહ્યો હતો. અચાનક ચાલકે સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવી દેતાં કાર ડિવાઇડર પર ચડી ગઈ હતી અને ધડાકાભેર પલટી મારી ગઈ હતી. અકસ્માતના જોરદાર અવાજને પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતા અને માંજલપુર પોલીસની ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી, જેમાં કારચાલક કિશોર દારૂના ભારે નશામાં હોવાનું બહાર આવ્યું હતું. ડિવાઇડરની લોખંડની એંગલો કારની આરપાર નીકળી અકસ્માત એટલો જોરદાર હતો કે રોડ ડિવાઇડર પર સુરક્ષા માટે લગાવેલી લોખંડની જાળીની એંગલો તૂટીને સીધી કારના બોડી ભાગને ચીરી અંદર ઘૂસી ગઈ હતી. કારને ભારે નુકસાન પહોંચ્યું હતું, પરંતુ સદનસીબે એરબેગ્સ તેમજ સમયસર બચાવ કામગીરીના કારણે કોઈ મોટી જાનહાનિ થઈ ન હતી અને ચાલકનો ચમત્કારિક બચાવ થયો હતો. માંજલપુર પોલીસે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી કરી પોલીસ સ્ટેશન નજીક જ નશાની હાલતમાં વાહન ચલાવી અકસ્માત સર્જવાના આ ગંભીર કૃત્ય બદલ માંજલપુર પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી હતી. પોલીસે કારચાલક કિશોર રામાભાઈ રોહિત વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટની કલમ 66(1)(B) હેઠળ ગુનો નોંધી કાયદેસરની ધરપકડ સહિતની આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan