top
પિતૃ પક્ષ પહેલાં ઘરની સફાઈ કરતી વખતે આ જગ્યાઓ નજરઅંદાજ ન કરવી
Pitru Paksha 2026 : પિતૃ પક્ષ 26 સપ્ટેમ્બરથી શરૂ થશે. આવી સ્થિતિમાં, તમારે ઘરની સફાઈ કરતી વખતે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. ઉતાવળમાં કેટલીકવાર કેટલીક જગ્યાઓ ઇચ્છા વગર પણ નજરઅંદાજ કરવામાં આવે છે. પૂજા સ્થળથી લઈને મુખ્ય દરવાજા અને રસોડા સુધી, પિતૃ પક્ષ પહેલાં ઘરની સફાઈ કરતી વખતે કયા જગ્યાની સાફ સફાઇ કરવાનું ભુલશો નહીં. પૂજા ઘર અને મંદિર પિતૃ પક્ષની શરૂઆત પહેલાં, સૌ પ્રથમ પૂજા રૂમ અને મંદિરની સફાઇ કરો. ધૂળ, કરોળિયાના જાળા અને જમા થયેલી ગંદકીને યોગ્ય રીતે સાફ કરો. પૂજા માટેનું બાજોઠ, દીપક મૂકવાની જગ્યા અને આસપાસની જગ્યા સાફ રાખો. ધાર્મિક પરંપરાઓમાં, શ્રાદ્ધ અથવા તર્પણ માટે સ્વચ્છ અને શાંત સ્થળનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ઘરનો મુખ્ય દરવાજો અને તેની આસપાસની જગ્યા જો મુખ્ય દરવાજાની આજુબાજુ ધૂળ, કાદવ અને કરોળિયાના જાળ હોય તો તાત્કાલિક સાફ કરો. સફાઈ કરતી વખતે ઘરના દરવાજા, દરવાજાની ફ્રેમ અને તેની આસપાસની જગ્યાને અવગણના કરશો નહીં. રસોડું શ્રાદ્ધ દરમિયાન ઘણા ઘરોમાં સાત્વિક ભોજન તૈયાર કરવામાં આવે છે. આવી સ્થિતિમાં ભોજન બનાવવાની જગ્યા પર સ્વચ્છતા પર વિશેષ ધ્યાન આપો. તેથી ગેસની આસપાસની ચીકાશ, સિંક, સ્લેબ અને આવી આસપાસની જગ્યાઓ અગાઉથી સાફ કરી રાખો. ઘરના ખૂણા અને કરોળિયાના જાળા હોય તેવી જગ્યા છતના ખૂણામાં, પંખાની ઉપર, કપડા પાછળ અને ફર્નિચરની નીચે જેવા સ્થળોએ સફાઈ કરવાનું ટાળવામાં આવે છે. પિતૃ પક્ષ પહેલા ઘરના આ સ્થળોની પણ સાફ સફાઇ કરવી જોઇએ. આ પણ વાંચો | એક ડોલ પાણીમાં કેટલું ફિનાઈલ નાંખવું જોઈએ? જાણો પોતું લગાવવાની યોગ્ય રીત આંગણું/બાલ્કની અને છોડની આસપાસ જો ઘરમાં આંગણુ, બાલ્કની અથવા છોડના કુંડા મૂકેલા હોય તો સૂકા પાંદડા, માટી અને બિનજરૂરી વસ્તુઓ હટાવી દો. કેટલીક પરંપરાઓમાં, પિતૃ પક્ષની શરૂઆત પહેલાં સૂકા છોડનો નિકાલ કરવાનો પણ ઉલ્લેખ મળે છે.
Read full article on The Indian Express