crime
ઝઘડિયા જીઆઇડીસીનો ચકચારભર્યો ડિસેમ્બર ૨૦૨૪નો કેસ બાળકી પર દુષ્કર્મ અને મોત બાદ ફાંસીની સજાના ગુનેગારનું મોત
ભરૂચના ઝઘડિયા GIDCમાં 10 વર્ષની બાળકી પર દુષ્કર્મ ગુજારવાના કેસમાં ફાંસીની સજા પામેલા વિજય પાસવાનનું વડોદરાની સયાજી હોસ્પિટલમાં મોત થયું છે. મૂળ ઝારખંડના 37 વર્ષીય વિજય પાસવાનને છાતીમાં દુઃખાવો ઉપડતા જેલમાંથી હોસ્પિટલે ખસેડાયો હતો. ડિસેમ્બર 2024માં બાળકીનું અપહરણ કરી દુષ્કર્મ આચર્યા બાદ તેનું પણ આ જ હોસ્પિટલમાં મોત થયું હતું. 72 દિવસમાં ચાર્જશીટ અને મે 2025માં ફાંસીની સજા થઈ હતી.
Read full article on Gujaratsamachar