crime
કેવડીયામાં રોડ ક્રોસ કરતા ઇસમને બાઇક ચાલકે અડફેટે લેતાં મોત:ગોધરા તાલુકા પોલીસ મથકે બાઇક ચાલક સામે ફરિયાદ નોંધાઇ
કેવડીયા બસ સ્ટેન્ડ સામે રોડ ક્રોસ કરી રહેલા રજનભાઇ મોહનભાઇ પટેલને બાઇક ચાલકે અડફેટે લેતા સારવાર દરમિયાન મોત નીપજ્યું હતુ. ગોધરા તાલુકા પોલીસ મથકે બાઇક ચાલક સામે ફરીયાદ નોંધાઇ હતી. ગોધરા તાલુકાના કેવડીયા બસ સ્ટેન્ડ પાસે તારીખ 29 ઓક્ટોબરના રોજ સવારના સમયે રજનભાઇ મોહનભાઇ પટેલ રોડ ક્રોસ કરી રહ્યા હતા. તે દરમિયાન ત્યાંથી પસાર થઈ રહેલી એક મોટર સાઇકલના ચાલકે પોતાનું વાહન પુરઝડપે અને ગફલતભરી તેમજ બેદરકારીભરી રીતે હંકારીને રોડ ક્રોસ કરતા રજનભાઇને જોરદાર ટક્કર મારી અડફેટે લીધા હતા. આ અકસ્માતમાં મોટર સાઇકલની ટક્કર વાગવાથી રજનભાઇ ફંગોળાઈને નીચે પટકાયા હતા. જેના કારણે તેમના શરીર તથા માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. અકસ્માત બાદ તેમને તુરંત જ સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનુ મોત નિપજ્યું હતું. અકસ્માત અંગે મૃતકના પિતા મોહનભાઇ ગુલાબભાઇ પટેલે ગોધરા તાલુકા પોલીસ મથકે બાઇક ચાલક સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદના આધારે પોલીસે બાઇક ચાલક સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
Read full article on Divya Bhaskar