crime
સ્કૂટર પર ફેણ માંડીને બેઠો કોબ્રા
મોપેડમાંથી ઘૂસી ગયેલા કોબ્રાએ ફેણ માંડી, આ ઘટના વડોદરાની છે. જ્યાં બિલ કેનાલ રોડ પર આવેલી ઓરો રેસિડેન્સી ખાતે પાર્કિગમાં પડેલા એક મોપેડમાં શંકાસ્પદ હલચલ જોવા મળી. જો કે ત્યારબાદ માલિકે તપાસ હાથ ધરતા તે હેબતાઈ ગયો હતો, કારણ કે મોપેડની અંદર બેઠો હતો ખતરનાક કોબ્રા સાપ. કોબ્રાના સમાચાર સાંભળીને અન્ય લોકો પણ ઘટના સ્થળે એકઠા થયાં હતા અને સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો હતો. આખરે વન વિભાગને સમગ્ર મામલે જાણ કરવામાં આવતા વન વિભાગની રેસ્ક્યૂ ટીમ યુદ્ધના ધોરણે ઘટના સ્થળે કોંબ્રાનું રેસ્ક્યૂ હાથ ધર્યું હતું. સોશિયલ મીડિયામાં આ રેસ્ક્યૂ ઓપરેશનના દ્રશ્યો વાયરલ થઈ રહ્યા છે, જેમાં જોઈ શકાય છે કે કોબ્રા ફેણ માંડીને મોપેડના હેન્ડલ પર બેઠો છે. ત્યારબાદ મોપેડના આગળમાં ભાગમાં તે ઘૂસી જતાં તે ભાગને ખોલીને કોબ્રાનું સલામત રીતે રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું.
Read full article on News18 Gujarati