crime
ડેરીના હિસ્સાની તકરારમાં લાકડાના ધોકાથી હુમલો:પોરબંદરમાં એકના નાકમાં ફ્રેક્ચર, કમલાબાગ પોલીસે વિજય મોકરીયા સામે ગુનો નોંધ્યો
પોરબંદરના કમલાબાગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી પારસ ડેરીના પાર્કિંગમાં ડેરીના હિસ્સા બાબતે બોલાચાલી બાદ મારામારી થઈ હતી. લાકડાના ધોકાથી થયેલા હુમલામાં ફરિયાદીના નાકમાં ફ્રેક્ચર થયું હતું. મળતી માહિતી મુજબ, ડેરીના હિસ્સા બાબતે તકરાર થયા બાદ વિજય જીવનભાઈ મોકરીયાએ ફરિયાદી પર લાકડાના ધોકાથી હુમલો કર્યો હતો. ફરિયાદીને કાન, આંખ, હાથ અને ઘૂંટણ પર પણ ઇજાઓ થઈ હતી. ફરિયાદમાં જણાવ્યા મુજબ, આરોપીએ ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને હથિયારબંધીના જાહેરનામાનો ભંગ કર્યો હતો. કમલાબાગ પોલીસે વિજય જીવનભાઈ મોકરીયા સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
Read full article on Divya Bhaskar