crime
જામજોધપુર પંથકમાં ફરી દીપડો દેખાયો, વીડિયો વાયરલ:ગ્રામજનોમાં ભય, વનવિભાગે લોકેશન ટ્રેસ કરી પાંજરું મૂકવા તજવીજ કરી
જામનગર જિલ્લાના જામજોધપુર પંથકમાં ફરી એકવાર દીપડો દેખાયો છે. દીપડો દેખાયો હોવાનો દાવો કરતો એક વીડિયો સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થયો છે, જેના કારણે સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો છે. આ વીડિયો સામે આવ્યા બાદ સમગ્ર વિસ્તારના ગ્રામજનોમાં ચિંતા વ્યાપી ગઈ છે. રાત્રિના સમયે ખેતરો કે રસ્તાઓ પર નીકળતા લોકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. પંથકમાં દીપડાની વારંવારની અવરજવરને કારણે માલધારીઓ અને ખેડૂતો પોતાના પશુઓની સુરક્ષાને લઈને ચિંતિત બન્યા છે. સ્થાનિકોએ આ અંગે વન વિભાગને જાણ કરી છે. વાયરલ વીડિયોના આધારે લોકેશનની ચકાસણી કરીને તાત્કાલિક પાંજરું મૂકવા અને યોગ્ય પેટ્રોલિંગ હાથ ધરવામાં આવે તેવી પ્રબળ માંગણી કરવામાં આવી છે.
Read full article on Divya Bhaskar