Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
education

મહીસાગરની શાળાઓમાં ચિત્ર અને વકૃત્વ સ્પર્ધાનું આયોજન:'વિકસિત ભારત સંકલ્પ યાત્રા' અંતર્ગત વિદ્યાર્થીઓએ રાષ્ટ્ર નિર્માણનો સંકલ્પ દોહરાવ્યો

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 September 19, 2026 👁 1 views
મહીસાગરની શાળાઓમાં ચિત્ર અને વકૃત્વ સ્પર્ધાનું આયોજન:'વિકસિત ભારત સંકલ્પ યાત્રા' અંતર્ગત વિદ્યાર્થીઓએ રાષ્ટ્ર નિર્માણનો સંકલ્પ દોહરાવ્યો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંકલ્પ મુજબ, દેશભરમાં 'વિકસિત ભારત સંકલ્પ યાત્રા' ચાલી રહી છે. આ યાત્રા અંતર્ગત મહીસાગર જિલ્લા વહીવટી તંત્ર અને શિક્ષણ વિભાગે શાળાઓમાં ચિત્ર અને વકૃત્વ સ્પર્ધા યોજી હતી. આ સ્પર્ધાઓનો હેતુ નવી પેઢીમાં રાષ્ટ્રભાવના જગાડવાનો અને વિદ્યાર્થીઓને દેશના વિકાસ પર પોતાના વિચારો રજૂ કરવાની તક આપવાનો હતો. ચિત્ર સ્પર્ધામાં વિદ્યાર્થીઓએ "મારું સપનું - વિકસિત ભારત", "સ્વચ્છ ભારત", "ડિજિટલ ક્રાંતિ" અને "આત્મનિર્ભર ભારત" જેવા વિષયો પર સુંદર ચિત્રો બનાવ્યા હતા. તેમણે પોતાની કલા દ્વારા દેશના વિવિધ ક્ષેત્રોમાં થઈ રહેલા બદલાવોને રજૂ કર્યા. વકૃત્વ સ્પર્ધામાં વિદ્યાર્થીઓએ વર્ષ 2047સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાની કલ્પના પર પોતાના વિચારો રજૂ કર્યા. યુવા વક્તાઓએ સરકારી યોજનાઓના લાભ, મહિલા સશક્તિકરણ, આધુનિક ટેક્નોલોજી અને પર્યાવરણ સુરક્ષા જેવા મુદ્દાઓ પર ભાર મૂકી સૌનું ધ્યાન ખેંચ્યું. આ કાર્યક્રમમાં હાજર શિક્ષકો અને મહાનુભાવોએ વિદ્યાર્થીઓના કૌશલ્યની પ્રશંસા કરી. તેમણે કહ્યું કે આજના વિદ્યાર્થીઓ જ આવતીકાલના ભારતનું ભવિષ્ય છે. તેમની સર્જનાત્મકતા અને ઉત્સાહ દેશને ૨૦૪૭ સુધીમાં વિશ્વમાં આગળ લાવશે. કાર્યક્રમમાં શાળાના આચાર્યો, શિક્ષકો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan