education
વલસાડના તિથલ સ્વામિનારાયણ મંદિરે અનાજ-કઠોળની રંગોળી સ્પર્ધા:મંત્રી નરેશ પટેલ સહિત મહાનુભાવોએ વિદ્યાર્થીઓની કૃતિઓને બિરદાવી, 'વિકસિત ભારત' થીમ પર પ્રદર્શન
વલસાડના તિથલ સ્વામિનારાયણ મંદિરે 3 ઓક્ટોબરે જિલ્લા કક્ષાની અનાજ-કઠોળ આધારિત કોલાજ વર્ક અને રંગોળી સ્પર્ધા યોજાઈ હતી. આદિજાતિ વિકાસ મંત્રી નરેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ અને કલાકારોએ અનાજ-કઠોળમાંથી સુંદર કૃતિઓ બનાવી હતી. આ સ્પર્ધામાં 'વિકસિત ભારત 2047', 'મેક ઈન ઈન્ડિયા', 'જનકલ્યાણકારી યોજનાઓ', 'રાષ્ટ્રીય પ્રતીક', અને 'આત્મનિર્ભર ભારત' જેવા વિષયો પર વિવિધ કોલાજ અને રંગોળીઓ તૈયાર કરાઈ હતી. આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન પટેલ, ધારાસભ્ય ભરતભાઈ પટેલ, નગરપાલિકા પ્રમુખ માલતીબેન પટેલ અને જિલ્લા કલેક્ટર નીતિન સાંગવાન સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા. તેમણે વિદ્યાર્થીઓની સર્જનાત્મકતાને બિરદાવી હતી. સ્પર્ધામાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓની કૃતિઓને પ્રોત્સાહન અપાયું હતું. શ્રેષ્ઠ કૃતિઓને મહાનુભાવોના હસ્તે પુરસ્કાર મળ્યા. આ આયોજન જિલ્લા શિક્ષણ વિભાગ અને જિલ્લા યુવા તથા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી દ્વારા કરાયું હતું.
Read full article on Divya Bhaskar