top
પતિએ માર માર્યો, માનસિક પરેશાનીની રાવ:સેંજળમાં પરિણીતાને સાસરિયા પક્ષનો ત્રાસ
સાવરકુંડલા તાલુકાના સેંજળ ગામના કિરણબેન (ઉ.વ. 23)ના લગ્ન આકાશભાઈ ચુડાસમા સાથે થયા હતા. લગ્ન જીવન દરમિયાન તા. 30 જાન્યુઆરી, 2020થી આજદિન સુધી તેમના પતિ આકાશ ચિમનભાઈ ચુડાસમા દ્વારા તેમને શારીરિક અને માનસિક દુઃખ-ત્રાસ આપવામાં આવતો હતો. પતિએ ગાળો આપી ઢીકાપાટુનો માર માર્યો હોવાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત, તેમના સસરા ચિમન લવજીભાઈ ચુડાસમા અને સાસુ પ્રવિણાબેન ચિમનભાઈ ચુડાસમા દ્વારા ઘરકામ તેમજ કરિયાવર બાબતે મેણાં-ટોણાં મારી પરેશાન કરતા હોય સતત માનસિક અને શારીરિક ત્રાસથી કંટાળી જઈ આખરે સાવરકુંડલા ખાતે પિતા સાથે રહેવા મજબૂર બની હોવાની પરણિતાએ સાવરકુંડલા પોલીસમાં રાવ કરી છે. આ અંગે પોલીસે આકાશ ચિમનભાઇ, સસરા- ચિમન લવજીભાઇ ચુડાસમાં અને સાસુ- પ્રવિણાબેન ચિમનભાઇ ચુડાસમાં વિરુદ્ધ ગુન્હો નોંધ્યો છે.
Read full article on Divya Bhaskar