crime
પ્રેમ, ભાગેડુ લગ્ન અને નકલી સર્ટિફિકેટ!
જંબુસરમાં નકલી મેરેજ સર્ટિફિકેટ બનાવી યુવતીને ભગાડી જવાના મામલે પોલીસે યુવકને ઝડપી પાડ્યો છે. જંબુસરના શિક્ષક કિરીટભાઈ સાકરલાલ રાઠોડે ફરિયાદ નોંધાવી હતી કે તેમની દીકરી વડોદરાની હોસ્પિટલમાં નોકરી કરતી હતી અને 7 મે, 2026ના રોજ ઘરે ફોન કરીને પોતે ‘કોર્ટ મેરેજ’ કરી લીધા હોવાનું જણાવ્યું હતું. ફરિયાદ મુજબ, યુવતી ઘરેથી આશરે 6 તોલાનો સોનાનો હાર પણ લઈ ગઈ હતી. ત્યારબાદ પરિવારજનોએ તેની શોધખોળ શરૂ કરી હતી અને વડોદરા ગોત્રી પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની ફરિયાદ તથા જંબુસર પોલીસ મથકે અરજી કરી હતી. તપાસ દરમિયાન કરજણ તાલુકાના ક્રિયા ગામના ફેઝલ મજીદ દિવાન નામના યુવકે યુવતીને પ્રેમજાળમાં ફસાવી ભગાડી લઈ ગયો હોવાનું સામે આવ્યું હતું. બાદમાં ફેઝલના મામાએ જંબુસર પોલીસ સ્ટેશનમાં લગ્નનું મેરેજ સર્ટિફિકેટ રજૂ કર્યું હતું. પોલીસે સર્ટિફિકેટની ખરાઈ કરતાં તે નકલી હોવાનું સામે આવ્યું હતું. આથી પોલીસે ફેઝલ મજીદ દિવાન સામે ગુનો નોંધી તેને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Read full article on News18 Gujarati