Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
politics

સારોલીમાં સગીરા પર દુષ્કર્મ ગુજારી ગર્ભવતી બનાવી:અમરોલીમાં પરિણીતાના છૂટાછેડા કરાવી અંગત પળોના વીડિયો વાઇરલ કરવાની ધમકી આપી, સુરતમાં દુષ્કર્મની બે ઘટના

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 September 20, 2026 👁 1 views
સારોલીમાં સગીરા પર દુષ્કર્મ ગુજારી ગર્ભવતી બનાવી:અમરોલીમાં પરિણીતાના છૂટાછેડા કરાવી અંગત પળોના વીડિયો વાઇરલ કરવાની ધમકી આપી, સુરતમાં દુષ્કર્મની બે ઘટના
સુરતમાં મહિલાઓ અને સગીરાઓ પર અત્યાચારના કિસ્સાઓમાં ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે. સારોલી અને અમરોલી પોલીસ મથકમાં દુષ્કર્મની બે અલગ-અલગ ફરિયાદો નોંધાઈ છે. સારોલીમાં લગ્નની લાલચ આપી સગીરા પર દુષ્કર્મ આચરી તેને ચાર માસનો ગર્ભ રાખી દેવાયો છે, જ્યારે અમરોલીમાં પરિણીતાના પતિ સાથે છૂટાછેડા કરાવી, શારીરિક સંબંધ બાંધી અંગત પળોના વીડિયો-ફોટા વાઇરલ કરવાની ધમકી આપી પૈસાની માગણી કરવાનો મામલો સામે આવ્યો છે. પોલીસે બંને કિસ્સામાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. અમરોલી પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. પ્રથમ ઘટના લગ્નનું વચન આપી સગીરાને 16 અઠવાડિયાનો ગર્ભ રાખી દીધો સારોલી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, સગીરાની ઉંમર ૧૮ વર્ષથી ઓછી હોવાનું જાણવા છતાં આરોપી રિતિક મહેશભાઈ રાઠોડ (રહે. ઉપરું ફળીયું, ધનજીવલી, વેડછા ગામ, સારોલી, સુરત)એ તેની સાથે મિત્રતા કેળવી હતી. આરોપીએ સને ૨૦૨૬ના મે મહિના દરમિયાન વેડછા ગામ ખાતે સગીરાને બોલાવી હતી. ત્યાં તેણે ‘આપણે એક વર્ષ પછી લગ્ન કરવાના જ છીએ, તો ફીઝીકલ થવામાં કંઈ વાંધો નથી’ એવી મીઠી-મીઠી વાતો કરીને તેની સાથે અવારનવાર શારીરિક સંબંધો બાંધ્યા હતા. આ દુષ્કર્મના કારણે સગીરાને આશરે 16 અઠવાડિયાનો (ચાર માસનો) ગર્ભ રહી ગયો હતો. આ મામલે સારોલી પોલીસે BNS અને પોક્સો એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. બીજી ઘટના દુષ્કર્મ આચરી અંગત પળોના ફોટા-વીડિયો વાઇરલ કરવાની ધમકી આપી બીજા બનાવમાં અમરોલી પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદ અનુસાર, કોસાડ આવાસમાં રહેતા વસીમ અબ્દુલ હમીદ કુરેશીએ એક પરિણીતા સાથે નિકટતા વધારી લગ્ન કરવાનું વચન આપ્યું હતું. આરોપીએ મહિલાના ઘરે આવી શારીરિક સંબંધ બાંધ્યા હતા અને મહિલાના પતિ સાથે છૂટાછેડા પણ કરાવી દીધા હતા. એટલું જ નહીં, મહિલાને મોરબી ફરવા લઈ જઈ ત્યાં પણ તેની સાથે અવારનવાર શરીર સંબંધ બાંધ્યો હતો. બાદમાં આરોપીએ રંગ બદલતા કહ્યું હતું કે, ‘તેં તારા પતિને કરારથી છૂટાછેડા આપેલા છે તે મને મંજૂર નથી, તું મુસ્લિમ શરીયત મુજબ તારા પતિને મોઢેથી તલાક બોલીને આવ્યા પછી જ તને અપનાવી લઈશ’. આરોપીની ધરપકડ આ બાબતે ઝઘડો કરી આરોપીએ છૂટા હાથની મારામારી કરી હતી. આ ઉપરાંત વોટ્સએપ વોઇસ મેસેજ મોકલી ₹20,000 રોકડા તેમજ મોબાઇલ-ચાર્જરની માગણી કરી હતી. જો આ માંગણી પૂરી ન થાય તો શારીરિક સંબંધ વખતના અંગત ફોટા-વીડિયો વાઇરલ કરવાની અને મહિલા તેમજ તેના બાળકોને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. અમરોલી પોલીસે આ મામલે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan