crime
થરાદમાં દાદાએ જીવતા સમાધિ લીધી?
વાવ થરાદ જીલ્લામાં ચોંકાવનારી ઘટના બની હોવાની ચર્ચા. થરાદ તાલુકાના લોરવાડા ગામનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં ભાવાભાઈ પ્રજાપતિ નામના વૃદ્ધે જીવંત સમાધિ લીધી હોવાની લોક ચર્ચા. સ્થાનિકોના દાવા પ્રમાણે વૃદ્ધ દીકરાઓ થી અલગ એકલા રહેતા હતા તે ઘરના આંગણે જ જીવંત સમાધિ લીધી હોવાની લોકમુખે ચર્ચા થઈ રહી. મહત્વનું છે કે સમાધિ લેતા પહેલાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જો કે નવાઈની બાબત એ છે કે વીડિયો વાયરલ થયા બાદ ભાવાભાઈ પ્રજાપતિ ગામમાં ક્યાય જોવા મળ્યા ન હોવાની ચર્ચા છે. ઉલ્લેખનીય છે કે ભાવાભાઈએ સમાધિ લીધી કે યાત્રાએ ગયા તેને લઈને અનેક તર્ક-વિતર્ક સર્જાયા છે. ત્યારે પરિવારજનો અને સ્થાનિકોએ સમગ્ર મામલે કંઈ પણ કહેવાનું ટાળ્યું. વાયરલ વીડિયો કે જીવંત સમાધિના દાવાની ન્યૂઝ 18 ગુજરાતી પુષ્ટિ નથી કરતું.
Read full article on News18 Gujarati