top
વિદ્યાર્થીઓએ રંગોળીથી જળ અને ઊર્જા બચતનો સંદેશ આપ્યો:નરોડાની એ વન ઝેવિયર્સ સ્કૂલમાં દીપાવલી નિમિત્તે પૃથ્વી, વૃક્ષો અને હરિયાળી દર્શાવતી રંગોળી બનાવી
નરોડાની એ વન ઝેવિયર્સ સ્કૂલના વિદ્યાર્થીઓએ દીપાવલી નિમિત્તે રંગોળી બનાવી જળ સંરક્ષણ, ઊર્જા બચત અને પર્યાવરણની જાળવણીનો સંદેશ આપ્યો. રંગોળી અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારીના પરિપત્રમાં દર્શાવેલી થીમને અનુરૂપ હતી. રંગોળીની મધ્યમાં પૃથ્વીનું ચિત્ર બનાવ્યું હતું. તેની આસપાસ ‘Save Water’ અને ‘Save Energy’ લખીને પાણી અને વીજળીનો કરકસરપૂર્વક ઉપયોગ કરવાની પ્રેરણા આપી હતી. રંગોળીમાં વૃક્ષો અને હરિયાળીનું મહત્વ પણ દર્શાવ્યું હતું. વિદ્યાર્થીઓએ દીપાવલીની ઉજવણી સાથે પર્યાવરણ પ્રત્યેની જવાબદારીનો સંદેશ આપતી આ પ્રવૃત્તિમાં ભાગ લીધો હતો. શાળાના સંચાલક મંડળ અને આચાર્યએ વિદ્યાર્થીઓના પ્રયાસને બિરદાવ્યો હતો.
Read full article on Divya Bhaskar